હળવદના ધૂળકોટ ગામની સીમમાં વાડી માં રહેતા ઉકારીયાભાઈ નાયકાભાઈ રાઠવાની 13 વર્ષની દીકરી સુનીતાને માતા પિતા એ વાડી એ થી રસોઈ બનાવવા માટે મોકલેલ હોય અને સુનીતાબેનને રસોઈ બનાવેલ ના હોય જે બાબતે માતા પિતા એ ઠપકો આપતા સુનીતાને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક ક્રેન સર્વિસ સેન્ટરમાં કામ કરતા યુવાનને અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતોજે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક રહેતા અને આશિષ ક્રેન સર્વિસ સેન્ટરમાં કામ કરતા ખુસાલ અહમદભાઈ શમસાદ અહમદભાઈ ખાન (ઉ.30) ગત તા. 3 ના રોજ કામ કરતા હોય દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થતા બેભાન થઇ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર ના લાકડધાર ગામની સીમમાં ટોરીસ બાથવેરના લેબર કોલોનીમાં રહેતા મમતાબેન સાલકરામ ઉઈકે (ઉ.20) અને મહેન્દ્રભાઈ સંતોષભાઈ કાસદે (ઉ.23) વચ્ચે ગત તા. 4 ના રોજ કોઈ વાતનું મનદુ:ખ થયેલ હોય જેથી પ્રથમ મમતાએ પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મહેન્દ્ર એ મમતાના મૃતદેહને નીચે ઉતારી મમતાના મોતનું લાગી આવતા મહેન્દ્ર એ પણ પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા બન્નેના મૃત્યુ થયા હતા જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ પી એસ આઈ એલ એ ભરગા ચલાવી રહ્યા છે તો તપાસ અધિકારી એ જણાવ્યું હતું કે બંને 10 દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવ્યા હોય અને સાથે જ એક જ ઓરડીમાં રહેતા હતા બંને વચ્ચે ક્યાં કારણોસર મનદુ:ખ થયું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના પીપળી ગામે રહેતા વિનુબેન પીઠાભાઈ ગોહેલ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મહિન્દ્ર બોલેરો પીકઅપ ગાડી જીજે 08 એડબ્લ્યુ 6203 ના ચાલકે પુરઝડપે ચલાવીને જેતપર રોડ પર પાવડીયારી નજીક પીઠાભાઈ ગોહેલ ને મોટર સાઈકલ જીજે 01 ડીજી 1258 થી ડિવાઈડર ક્રોસ કરતા હોય દરમિયાન હડફેટે લઈને પાડી દેતા શરીરે ઈજા પહોચતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
