પડધરીના રંગપરમાં પુડલા બનાવતા કેટરર્સના ધંધાર્થીનું હૃદય બેસી ગયું

માંડણકુંડલાનો યુવાન કેટરીંગના ઓર્ડરમાં ગયો ને કાળ ખેંચી ગયો ગોંડલના માંડણકુંડલા ગામે રહેતો યુવાન પડધરીના રંગપર ગામે કેટરીંગના ઓર્ડરમાં ગયો હતો. જ્યા પુડલા બનાવતી વખતે…

માંડણકુંડલાનો યુવાન કેટરીંગના ઓર્ડરમાં ગયો ને કાળ ખેંચી ગયો

ગોંડલના માંડણકુંડલા ગામે રહેતો યુવાન પડધરીના રંગપર ગામે કેટરીંગના ઓર્ડરમાં ગયો હતો. જ્યા પુડલા બનાવતી વખતે કેટરર્સના ધંધાર્થીને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના માંડણકુંડલા ગામે રહેતા પ્રકાશભાઇ કરશનભાઇ પારખીયા નામનો 42 વર્ષનો યુવાન રાત્રીના સમયે પડધરીના રંગપર ગામે બાબુભાઇ ઝાલાવડીયાની વાડીએ હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રકાશભાઇ પારખીયા બે ભાઇ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે. પ્રકાશભાઇ કેટરર્સનું કામ કરતા હતા. જેથી બાબુભાઇની વાડીએ કેટરીંગ કામ કરવા ગયા હતા. જ્યા પુડલા બનાવતી વખતે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *