સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો, નવ આરોપી ઝડપાયા

પોરબંદર જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાઓ આચરતી ધાટવડ ગેંગના 9 આરોપી સામે પોરબંદર એલસીબીના પીઆઈ દ્વારા રાણાવાવમાં ફરિયાદ નોંધી ગુજસીટોક હેઠળ કાર્યવાહી…

પોરબંદર જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાઓ આચરતી ધાટવડ ગેંગના 9 આરોપી સામે પોરબંદર એલસીબીના પીઆઈ દ્વારા રાણાવાવમાં ફરિયાદ નોંધી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. આ ગેંગનો મુખ્ય આરોપી સહિત સાગરીતો વિવિધ જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે રહેતા મુખ્ય આરોપી હિતેષ દિલીપ ચૌહાણ તથા તેના સાગરીતો આતીષ ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ,જેસીંગભાઇ દિલીપ ચૌહાણ, રાહુલ બહાદુર રાઠોડ, કિશન નવલસીંગ રાઠોડ, ભગત ભરત ચૌહાણ, દિપકભાઇ સોનીયા ચૌહાણ, કવરર્સિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ અને અરૂૂણ ધમા ચૌહાણ નામના આરોપીઓ એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરિત કરી છેલ્લા 10 વર્ષમાં ગુજરાત રાજ્યના આણંદ, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ-ગ્રામ્ય, સુરત-ગ્રામ્ય. પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં અલગ-અલગ ગામ વાડી વિસ્તાર તથા શહેરોમાં દિવસ-રાત્રીની ઘરફોડ ચોરીના ગંભીર પ્રકારના ગુન્હા આચરતા હતા.

રાણાવાવ પોલીસ મથક વિસ્તારના અણીયારી ગામમાં થયેલ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ તપાસી તમામ આરોપીઓ વિરૂૂધ્ધમાં દાખલારૂૂપ કાર્યવાહી કરવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા સુચના આપી હતી. જે અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે. કાંબરીયા દ્વારા રાણાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધી ઘરફોડ ચોરીના ગંભીર ગુન્હાઓ આચરતી ટોળકી હીતેશ દિલીપ ચૌહાણની ઘાટવડ ગેંગ વિરૂૂધ્ધમાં ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધી 9 આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. તમામ આરોપીઓના ગુનાહીત ઇતીહાસ અંગે રેકર્ડ વેરિફાય કરી માહીતી એકત્રીત કરતા આરોપી સામે 4 થી લઈને 30 જેટલા ગુન્હા નોંધાયેલ છે.

સમગ્ર રાજ્યમાં ઘરફોડ ચોરીના ગુન્હા આચરી ઘાટવાડ ગેંગ દ્વારા હાહાકાર મચાવ્યો હતો ત્યારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત પોરબંદરમાં ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 5 ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યા છે આ 5 ફરિયાદમાં એલસીબી પીઆઈ આર.કે. કાંબરિયા ફરિયાદી બન્યા છે.

રાજ્યમાં ઘરફોડ ચોરી કરતી ઘાટવાડ ગેંગના મુખ્ય આરોપી હિતેષ દિલીપ ચૌહાણ વિરુધ્ધ 30 ગુન્હા, તેના સાગરીતો આતીષ ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ સામે 21 ગુન્હા, જેસીંગભાઇ દિલીપ ચૌહાણ સામે 21 ગુન્હા, રાહુલ બહાદુર રાઠોડ સામે 13, કિશન નવલસીંગ રાઠોડ સામે 11, ભગત ભરત ચૌહાણ સામે 6, દિપકભાઇ સોનીયા ચૌહાણ સામે 6, કવરર્સિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ સામે 6 અને અરૂૂણ ધમા ચૌહાણ વિરુધ્ધ 4 ગુન્હા નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *