જામનગર નજીક યુવાનોની રીલ બનાવવાની લ્હાયમાં કાર ડેમના ઉંડા પાણીમાં ઉતરી ગઇ

જામનગર નજીક આવેલા વાણીયા ગામે આવી જ એક ઘટના બની છે. જ્યાં રીલ બનાવવામાં વ્યસ્ત યુવાનોની કાર અચાનક કાબૂ ગુમાવતા સીધી ડેમમાં ઉતરી ગઈ. ઘટના…

જામનગર નજીક આવેલા વાણીયા ગામે આવી જ એક ઘટના બની છે. જ્યાં રીલ બનાવવામાં વ્યસ્ત યુવાનોની કાર અચાનક કાબૂ ગુમાવતા સીધી ડેમમાં ઉતરી ગઈ. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય મિત્રો દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને ડેમમાં ફસાયેલા યુવાનોને હેમખેમ બહાર કાઢયા હતા.
આજકાલ સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ યુવાઓમાં ખૂબ વધી રહ્યો છે. પરંતુ આ શોખ ઘણીવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જામનગર નજીક આવેલા વાણીયા ગામે આવી જ એક ઘટના બની છે.

જ્યાં રીલ બનાવવામાં વ્યસ્ત યુવાનોની કાર અચાનક કાબૂ ગુમાવતા સીધી ડેમમાં ઉતરી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક યુવાનો પોતાની કાર લઈને ગામ નજીક આવેલા એક ડેમ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ કારના સ્ટંટ કરીને રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો. જેના કારણે કાર સીધી ડેમના પાણીમાં ઘૂસી ગઈ.

કારમાં સવાર યુવાનો જોખમમાં મુકાયા હતા અને તેમને બચાવવા માટે તાત્કાલિક મદદની જરૂૂર પડી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય મિત્રો દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને ડેમમાં ફસાયેલા યુવાનોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જોકે કાર ડેમના ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી અને તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *