જૂની કલેકટર કચેરી પાસેનો જર્જરિત હિસ્સો ધસી પડતાં કાર અને બે ટુ-વ્હીલરનો ભુક્કો

  જામનગરમાં જૂની કલેકટર કચેરી પાસેનો એક જર્જરીત હિસ્સો બપોરે અઢી વાગ્યાના સમયે એકાએક ધસી પડ્યો હતો. જૂના મકાનનો કાટમાળ ધસી પડવાના કારણે એક કાર…

 

જામનગરમાં જૂની કલેકટર કચેરી પાસેનો એક જર્જરીત હિસ્સો બપોરે અઢી વાગ્યાના સમયે એકાએક ધસી પડ્યો હતો. જૂના મકાનનો કાટમાળ ધસી પડવાના કારણે એક કાર અને બે ટુ વ્હીલર દબાયા હતા.

જે બનાવની જાણ થતાં સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કાટમાળની હેઠળ દબાયેલી જી.જે.-3 ઇ.આર.9177 નંબરની કાર કે જેને બહાર કાઢી હતી, અને કારનો છતનો ભાગ દબાઈ ગયો હતો.

તે ઉપરાંત જી.જે 10 બી.એમ.4193 નંબરનું એક એક્સેસ સ્કૂટર તથા અન્ય એક નંબર પ્લેટ વગરનું ટુવ્હીલર કે જેના ઉપર પણ કાટ માળ પડ્યો હતો, તેને ફાયરની ટીમે બહાર કાઢી લીધા હતા. આ બનાવ સમયે ત્યાં કોઈ હાજર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી પણ દોડતી થઈ હતી, અને કાટમાળ ખસેડી લીધા બાદ અન્ય જર્જરિત હિસ્સો કે જેને પણ ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *