તળાજામાં 13 વર્ષની સગીરાને ડબલ ઉંમરનો યુવક ભગાડી ગયો

ભાવનગર જિલ્લા ના તળાજા પંથક ની 13 વર્ષીય સગીરાને તેમનાથી ડબલ ઉંમર નો યુવક વાલીપણા માંથી ભગાડી ગયાની ઘટના તળાજા પોલીસ દફતરે નોંધાઇ હતી.પોલીસે ઘટના…

ભાવનગર જિલ્લા ના તળાજા પંથક ની 13 વર્ષીય સગીરાને તેમનાથી ડબલ ઉંમર નો યુવક વાલીપણા માંથી ભગાડી ગયાની ઘટના તળાજા પોલીસ દફતરે નોંધાઇ હતી.પોલીસે ઘટના ની ગંભીરતા સમજી ટેકનોલોજી અને માનવ સોર્સીસ ને કામે લગાવી તપાસ હાથધરી હતી.જેમાં પોલીસ ને બંને ને શોધી લાવવામાં સફળતા મળીછે.પોલીસે સગીરા ને તેમના વાલી ને સોંપીછે જ્યારે યુવક વિરુદ્ધ દુષ્કર્મ ની કલમ નો ઉમેરો કરી કોર્ટ હવાલે કરતા જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો છે.

માત્ર 13 વર્ષની સગીરા પોતાનાથી ડબલ ઉંમર કહી શકાય તેવા યુવકના સંપર્કમા આવે,સગીરામોકો જોઈને પિતાના ફોનમાંથી યુવક સાથે ગાઢ સંપર્ક બનાવે તેવું બને ખરું?સામાન્ય રીતે આ સવાલ અઘરો છે પરંતુ તળાજા પંથકમાં આ પ્રકારની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે જેની મળતી વિગતો મુજબ ગઢુલા ગામના શત્રુઘ્ન બાબુભાઇ મકવાણા વિરુદ્ધ 13 વર્ષની સગીરાને વાલીપણા માંથી ભગાડી જવાનો ગુન્હો નોંધાયો હતો.

જેની તપાસ તળાજા પો.ઇ વી.આર.ચાવડા એ સંભાળીહતી.પોલીસે ટેકનોલોજી દ્વારા તપાસ હાથ ધરવાની સાથે માનવસોર્સીસ નો પણ ઉપયોગ કર્યોહતો.જેમાં પોલીસ ને ચોક્કસ વિગતો મળીહતી ને આરોપી સગીરાને લઈ ધોળકા નજીક મીઠાના અગરમા લઈ ગાયનું ધ્યાને આવતા બંનેની અટકાયત કરી હતી.

મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આરોપી એ સગીરા સાથે શારીરિક સબંધ બાંધ્યાનું ખુલતા દુષ્કર્મ ની કલમ નો ઉમેરોકરી કોર્ટ હવાલે કરેલ.જેને લઈ જેલમાં જવાનો વખત આવ્યોછે.સગીરા ને તેમના વાલીને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *