Connect with us

આંતરરાષ્ટ્રીય

એન્ટિઓક્સિડેન્ટ ખોરાકના અભાવે 27 ટકા પુરુષોમાં નપુંસકતા

Published

on

40 વર્ષમાં સેક્સ લાઇફ છિન્નભિન્ન, ચીની શાન્તોઇ યુનિવર્સિટીનું સંશોધન

દરેક વ્યક્તિએ બાળપણમાં પોપાયનું કાર્ટૂન જોયું જ હશે, આ કાર્ટૂનમાં મુખ્ય પાત્ર પોપાય ધ સેઈલર વ્યવસાયે નાવિક છે અને તેને પાલક ખાવાનું પસંદ છે. ખાસ વાત એ છે કે પાલક ખાવાથી તેને અદ્ભુત શક્તિ મળે છે અને પછી તે ઘણા સાહસો કરે છે અને પોતાના દુશ્મનોને મજા ચખાડે છે. હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં પાલકને પુરૂષવાચી શક્તિનો ભંડાર ગણાવવામાં આવ્યો છે.


સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી પુરુષોમાં નપુંસકતા ઓછી થાય છે અને શારીરિક ક્ષમતા વધે છે. આ સંશોધનમાં પુરૂૂષોને તેમના આહારમાં એન્ટીઓક્સીડેન્ટ ખોરાક વધારવાની સલાહ આપવામાં આવી છે. ટામેટાં, ક્રેનબેરી, વિવિધ ડ્રાય ફ્રૂટ્સ એન્ટીઑકિસડન્ટ આહારમાં આવે છે.


આ સમગ્ર સંશોધન ચીનની શાન્તોઉ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં અમેરિકાના કુલ 3184 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પુરુષોના આહાર અને શારીરિક સ્થિતિની તપાસ કર્યા બાદ રિપોર્ટમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ટેસ્ટમાં સામેલ 27 ટકા પુરુષોમાં નપુંસકતાના લક્ષણો જોવા મળ્યા હતા. આ સિવાય 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષોએ સેક્સ લાઈફમાં અસંતુષ્ટ હોવાનું સ્વીકાર્યું છે, તેઓનુ કહેવું છે બેડ પર કમજોર પડી જાય છે.


ડોક્ટરોએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે રિસર્ચમાં સામેલ પુરુષોને જ્યારે તેમના ખોરાકમાં પાલક આપવામાં આવી ત્યારે તેમની શારીરિક ક્ષમતામાં સુધારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં સંશોધકોનું માનવું છે કે પાલક અથવા અન્ય ખાદ્ય પદાર્થોમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ પુરૂૂષોના શરીર (પેનિસ) માં રક્ત પરિભ્રમણ અને ચેતાઓને થતા નુકસાનને ઘટાડે છે, જેના કારણે પુરુષોના જાતીય જીવનમાં સુધારો જોવા મળ્યો હતો.
સંશોધકમાં સામેલ ડોક્ટરએ કહ્યું કે તપાસ બાદ જાણવા મળ્યું કે એન્ટીઓક્સીડેન્ટની માત્રા માનવ શરીરમાં નપુંસકતા ઘટાડવામાં મદદરૂૂપ છે. તેમણે કહ્યું કે એન્ટીઑકિસડન્ટ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક નપુંસકતાને રોકવા અને ઘટાડવા બંનેમાં ભૂમિકા ભજવી શકે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

Published

on

By

બાંગ્લાદેશની અદાલતે આજે (17 ઓક્ટોબર) નિર્વાસિત પૂર્વ નેતા શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. ઓગસ્ટમાં સત્તા પરથી હટાવ્યા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના મુખ્ય વકીલ મોહમ્મદ તાજુલ ઇસ્લામે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ધરપકડ અને 18 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.”

ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે સવારે 11.30 વાગ્યા પછી ટ્રિબ્યુનલની કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા દિવસે ફરિયાદી ટીમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 50 લોકો સામે ધરપકડ વોરંટની માંગણી કરી હતી. અવામી લીગ પાર્ટીના નેતા શેખ હસીના, 14-પક્ષ ગઠબંધનના અન્ય નેતાઓ, દેશના પૂર્વ કાયદા અમલીકરણ અધિકારીઓ અને પત્રકારો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રિબ્યુનલમાં બળજબરીથી ગુમ થવા અને હત્યા સંબંધિત 60 થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

13 ઓક્ટોબરે મુખ્ય ફરિયાદી એડવોકેટ તાજુલ ઇસ્લામે કહ્યું હતું કે આ અઠવાડિયાની અંદર, જુલાઈમાં દેશમાં રમખાણો અને અશાંતિમાં ભાગ લેનારાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ અને મુસાફરી પ્રતિબંધ જારી કરવામાં આવશે. આ માટે દેશ છોડીને ભાગી ગયેલા તમામ લોકો સામે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે.

મોહમ્મદ તાજુલ ઈસ્લામે મીડિયાને જણાવ્યું કે હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. તેમણે રાજકીય વિરોધીઓને જેલમાં મોકલી દીધા. જુલાઈથી ઓગસ્ટ દરમિયાન દેશમાં થયેલા નરસંહાર અને હત્યા જેવા અપરાધો પાછળ શેખ હસીનાનો હાથ હતો. 77 વર્ષીય હસીના બાંગ્લાદેશ ભાગી ગયા બાદથી જાહેરમાં જોવા મળી નથી. બાંગ્લાદેશ ભારતમાં તેમની હાજરીથી નારાજ છે. આ કારણોસર તેઓએ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Published

on

By

છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

અધિકારીઓએ ક્રૂને બોમ્બની ધમકી વિશે જાણ કરી ત્યારે વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. ફ્લાઈટમાં 147 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ પછી, એરક્રાફ્ટને આઇસોલેશનમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી તુર્કીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ પર ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પર પણ આપવામાં આવી હતી.

આ અંગે વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્રેન્કફર્ટથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટ UK 028ને સોશિયલ મીડિયા પર ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે બાદ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. જ્યાં તમામ ગ્રાહકોને ઉતારી દેવામાં આવ્યા હતા.

વિસ્તારાએ કહ્યું કે અમે ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કરવા માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. વિસ્તારામાં, અમારા ગ્રાહકો, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી અમારા માટે અત્યંત મહત્વની છે.બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા અટકી રહી નથી. ગુરુવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ (બોઈંગ 787 એરક્રાફ્ટ)ને બોમ્બની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ ફ્લાઈટનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

Published

on

By

ફૂટબોલની રમત પર છેલ્લા બે દાયકાથી રાજ કરી રહેલા આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો જાદુ હજુ પણ બરકરાર છે. તેની હેટ્રિકના આધારે આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં બોલિવિયાને 6-0થી હરાવ્યું હતું. બોલિવિયા સામેની મેચ દરમિયાન સાથી ખેલાડીઓ લૌટારો માર્ટિનેઝ અને જુલિયન આલ્વારેઝને ગોલ કરવામાં મદદ કરવામાં પણ મેસ્સીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 37 વર્ષીય મેસીએ મેચની 19મી, 84મી અને 86મી મિનિટમાં ગોલ કર્યા હતા.


આ સમયગાળા દરમિયાન, તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લેવાના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની પણ બરાબરી કરી. બંને ખેલાડીઓના નામે હવે 10 હેટ્રિક છે. મેચ બાદ તેણે નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી.


તેણે કહ્યું, મેં મારા ભવિષ્યને લઈને કોઈ તારીખ કે સમય મર્યાદા નક્કી કરી નથી. હું ફક્ત તેનો આનંદ માણી રહ્યો છું. હું પહેલા કરતાં વધુ લાગણીશીલ છું અને મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે, કારણ કે હું જાણું છું કે આ વર્ષની શરૂૂઆતમાં કોપા અમેરિકાની ફાઈનલ દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થયા બાદ મેસ્સી આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ હોઈ શકે છે બીજી મેચ. મેસ્સીએ કબૂલ્યું કે આખી મેચ દરમિયાન ઘરઆંગણાના દર્શકોને તેના નામનો જયઘોષ કરતા જોવો તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.

Continue Reading
ગુજરાત14 mins ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત18 mins ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત23 mins ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય27 mins ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય30 mins ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય34 mins ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ગુજરાત35 mins ago

સાયબર ક્રાઇમના છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

ગુજરાત36 mins ago

યાર્ડમાં જણસીઓના ઢગલા: આવક બંધ કરાઈ

ગુજરાત39 mins ago

ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ 99789 42501 પર ફરિયાદ કરો: ACB

ગુજરાત39 mins ago

શહેરમાંથી વધુ 578 બોર્ડ-બેનર ઉતારી 50 રેંકડી કરી જપ્ત

ક્રાઇમ5 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય24 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

રાષ્ટ્રીય2 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

Trending