રા.લો. સંઘનું સુકાનીઓનું કોકડું ઉકેલવા સાંસદ રૂપાલા મેદાને

રાજકોટમાં આજે બંધારણ ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન સાંસદ પરષોત્તમ રૂૂપાલાએ સહકારી રાજકારણ, ગૌશાળાઓમાં ઘાસચારાની અછત અને બંધારણના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં હતાં. ખાસ કરીને રાજકોટ…

રાજકોટમાં આજે બંધારણ ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન સાંસદ પરષોત્તમ રૂૂપાલાએ સહકારી રાજકારણ, ગૌશાળાઓમાં ઘાસચારાની અછત અને બંધારણના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યાં હતાં. ખાસ કરીને રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પૂર્ણ થયાના અઢી મહિના બાદ પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ન થતાં રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે રૂૂપાલાએ હવે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની વાત કરી હતી.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને અઢી મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થઈ શકી નથી. અગાઉ જાહેર મંચ પરથી રૂૂપાલાએ સંઘની કામગીરીનાં ભરપૂર વખાણ કર્યા હતા અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં આ મુદ્દે મીઠો ચિટિયો પણ ભર્યો હતો. જોકે, નિમણૂકનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. રાજકીય વર્તુળોમાં ભાજપના આંતરિક જૂથવાદને કારણે નિમણૂક અટકી હોવાની ચર્ચા વચ્ચે હવે રૂૂપાલાએ નરમ વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકના મુદ્દે હવે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. તેમના આ નિવેદનથી સહકારી અને રાજકીય ક્ષેત્રે ફરી ચર્ચાઓ શરૂૂ થઈ છે.

બીજી તરફ રાજકોટ સહિત રાજ્યની ગૌશાળાઓમાં ઘાસચારાની અછતના પ્રશ્ને પણ સાંસદ રૂૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘાસચારાની અછત અંગે ભારત સરકાર રાજ્ય સરકાર સાથે સતત ચર્ચા કરી રહી છે. ગૌશાળાઓમાં ઘાસચારાની તકલીફ ન પડે તે માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પશુપાલકો અને ગૌશાળા સંચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા સરકાર કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *