બહુમાળી ભવનની સિનિયર ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં મહિલા પ્યુનનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા અને બહુમાળી ભવન ખાતે સિનિયર ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણસર ફરજ…

શહેરમાં 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતા અને બહુમાળી ભવન ખાતે સિનિયર ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા વૃધ્ધાએ કોઇ અગમ્ય કારણસર ફરજ દરમિયાન ઓફિસમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધા પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં બીમારીથી કંટાળી પગલુ ભર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. વૃધ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં રહેતા અને બહુમાળી ભવન ખાતે સિનિયર ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા પ્રભાબેન રતિલાલ સરવૈયા નામના 57 વર્ષના મહિલા આજે નોકરી પર હતા ત્યારે ઓફિસના સ્ટોરરૂમમાં કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વૃધ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

વૃધ્ધાના મોતથી પરિવાર અને સહકર્મચારીઓમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રભાબેનના પતિ રતિલાલ સરવૈયાનું અવસાન થતાં તેમને વારસાગત નોકરી મળી હતી. તેમના એક પુત્રનું અગાઉ અકસ્માતે મૃત્યુ થયુ હતુ. જ્યારે એક પુત્ર પ્રાવેઇટ નોકરી કરે છે. પ્રભાબેન ઘણા સમયથી બીમાર રહેતા હતા. મૃતક વૃધ્ધા પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં બીમારીથી કંટાળી પગલુ ભર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *