રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગમી તા.ર8મી નવેમ્બરે સંભવિત રીતે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવનાર છે. તેમની સંભવિત મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકાધીશ જગતમંદિરની મુલાકાત લઈ કાળિયા ઠાકોરજીને શીશ ઝુકાવશે. તેમજ શિવરાજપુર બીચનું લોકાર્પણ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી 28મી નવેમ્બર, ર026 ને શનિવારના રોજ દેવભૂમિ દ્વારકાની સંભવિત મુલાકાતે આવનાર છે. તેમની મુલાકાત દરમ્યાન દ્વારકાધીશ મંદિર તથા શિવરાજપુર બીચની મુલાકાત લેશે. જગતમંદિરે દર્શન બાદ શિવરાજપુર બીચની મુલાકાતમાં બ્લ્યુ ફલેગ બીચ ખાતે પ્રવાસન વિકાસને અનુલક્ષીને થયેલ વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે લોકાર્પણ થનાર છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહેલ છે.
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંભવિત મુલાકાત દરમ્યાન દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે દ્વારકાથી 10 કિમી દૂર શિવરાજપુર બીચ જે બીચને વૈશ્વિક કક્ષાએ બકકાવાર વિકસિત કરવામાં આવી રહેલ હોય પ્રવાસીઓને લગતી સુવિધાઓની કામગીરી પ્રવાસન નિગમ દ્વારા પ્રોવાઈડીંગ ટુરીસ્ટ ફેસીલીટી એટ શિવરાજપુર બીચ દેવભૂમિ દ્વારકા ફેઝ-1 અને ફેઝ-ર ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બંને ફેઝમાં વિકસાવેલ કામગીરીનું શનિવારે મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ કરાય તેવી સંભાવના છે.
ફેઝ-1 માં ર3.83 કરોડ રૂૂપિયાના ખર્ચે અરાઈવલ પ્લાઝા, સ્નોર્કલીંગ પ્લાઝા, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લો, ચેન્જંગ રૂૂમ, ઈલેકટ્રીક વર્ક, અન્ડરગ્રાઉન્ડ ટેન્ક, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા કામો પૈકી પૂર્ણ થયેલ અમૂક કામોનું જે તે વખતે લોર્કાપણ મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવેલ. જે પૈકી બાકી રહેલ કામો તેમજ ફેઝ-રમાં રૂૂપિયા ળક્ષ.ક્ષસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઈવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફીથીયેટર, ફોર્ટ રીસ્ટોરેશન, બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, જુદા-જુદા ડેક, બીચ લાઈટીંગ, શૌચાલય, ચેન્જંગ રૂૂમ, શાવર રૂૂમ, કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ, ઈરીગેશન વર્ક, હોર્ટિકલ્ચર વર્ક, ચિલ્ડ્રન પ્લે એરીયા અને સિકયોરીટી કેબીનના તૈયાર કરવામાં આવેલ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
