મચ્છરોના બ્રિડિંગમાં 10 હજારનો દંડ નહીં ભરો તો વેરા બીલમાં ચડી જશે

બાયલોઝ-2026ના નવા કાયદામાં ઉમેરાઇ જોગવાઇ : જ્યાં સુધી સફાઇ નહીં થાય ત્યા સુધી પ્રતિદિન રૂૂ.200નો વધારાનો દંડ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને મેલેરિયા શાખા દ્વારા નિયમિત…

બાયલોઝ-2026ના નવા કાયદામાં ઉમેરાઇ જોગવાઇ : જ્યાં સુધી સફાઇ નહીં થાય ત્યા સુધી પ્રતિદિન રૂૂ.200નો વધારાનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને મેલેરિયા શાખા દ્વારા નિયમિત રીતે ઘરે-ઘરે અને વિવિધ ટીમો વારંવાર ચેકીંગ કરે અને નોટિસ આપે તેમ છતાં કેટલાક મીંઢા અને રીઢા લોકો પોતાની બેદરકારી છોડતા નથી. આવા વારંવાર નિયમોનો ભંગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નવો કાયદો બનાવવામા આવ્યો છે. મચ્છરનું બ્રીડીંગ પ્રથમ વખત પકડાશે તો રૂૂ.2000, બીજીવખત પકડાશે તો 5000 અને ત્રીજીવાર પકડાશે તો એ આસામીને સીધો જ રૂૂ.10 હજારનો દંડ કરવામા આવશે.

નિયત સમયમાં જો દંડની રકમ ચુકવવામા નહીં આવે તો દંડની આ રકમ જે તે આસામીની મિલકતના વેરામાં ઉમેરી દેવામા આવશે તેવી જોગવાઇ મચ્છર બ્રીડીંગ માટેના નવા કાયદા બાયલોઝ-2026માં ઉમેરવામા આવી છે. મચ્છરોના બ્રીડીંગ માટે અત્યાર સુધી સામાન્ય દંડ હતો. પરંતુ હવે નવા કાયદામાં આકરી પેનલ્ટી સહિત કડક પગલાંની જોગવાઇ છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મચ્છર અને અન્ય જીવાતોના ઉપદ્રવ સામે નિયંત્રણ લાવવા વર્ષ 1983ના જૂના નિયમો રદ કરીને નવા બાયલોઝ 2026 લાવવાની ઠરાવ કરવામાં આવ્યો છે. અગાઉ મહત્તમ દંડ રૂૂ. 500 સુધી અને નોટિસ બાદ દરરોજ રૂૂ. 20 હતો, જેના સ્થાને હવે પ્રથમ ભંગમાં રૂૂ. 2,000, બીજા ભંગમાં રૂૂ. 5,000 અને ત્રીજા કે વારંવારના ભંગમાં રૂૂ. 10,000 સુધીના દંડની જોગવાઈ સૂચવવામાં આવી છે.

નોટિસ છતાં ભંગ ચાલુ રહે તો દરરોજ રૂૂ. 200 સુધીનો દંડ થઈ શકશે. ઉપરાંત, એક જ સ્થળે વારંવાર મચ્છર ઉત્પત્તિ જણાય તો બિન-રહેણાંક મિલકતને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકશે. દંડની રકમની નોટિસમાં અપાયેલી મુદત સુધીમાં તો ચુકવવામા નહીં આવે તો દંડની આ રકમ જે તે આસામીની મિલકતના વેરામાં ઉમેરી દેવામા આવશે તેવી જોગવાઇ પણ આ નવા બાયલોઝ-2026માં રાખવામા આવી છે.
આ નવો બાયલોઝ અમલી બનાવી આકરા દંડની વસુલાત ચાલુ કરવામા આવે એ પહેલા નવા કાયદાની આ ડ્રાફ્ટ પોલીસીના ઘડતર માટે લોકોના સુચનો મગાવવામા આવ્યા છે. નાગરિકોએ પોતાના સુચનો biologistrmc yahoo.in પર મોકલી શકાશે. નવી ડ્રાફ્ટ પોલીસી મનપાની વેબસાઇટwww.rmc.gov.in પર મુકવામા આવી છે.

વારંવાર મચ્છરની ઉત્પત્તિ જણાશે તો મિલકતો થશે સીલ
નવા બાયલોઝમાં દંડની રકમમાં 20 ગણો વધારો સૂચવવામાં આવ્યો છે. આ નિયમનો પ્રથમ વખત ભંગ કરવા બદલ રૂૂ.2500 સુધી, બીજી વખત ભંગ કરવા પર રૂૂ .5000 સુધી અને ત્રીજી કે વારંવાર ભૂલ કરવા પર રૂૂ 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત નોટિસ આપ્યા બાદ પણ જો મચ્છર ઉત્પત્તિ ચાલુ રહે તો દરરોજ રૂૂ.200 સુધીનો દંડ વસૂલાશે, અને કોમર્શિયલ મિલકતોમાં જો વારંવાર મચ્છરની ઉત્પત્તિ જણાશે તો તેને સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *