લગ્નપ્રસંગમાં પડી ગયેલો સોનાનો ચેઇન ઉઠાવી લીધાનું આળ આવતા પરિણીતાએ ફિનાઇલ પીધું

શહેરમાં એરપોર્ટ રોડ પર લગ્નપ્રસંગમાં આવેલા યુવકનું સોનાનો ચેઇન ખોવાઇ ગયો હતો. તે દરમિયાન બજરંગવાડીની પરિણીતાએ પોતાની પડેલી ગયેલી વસ્તુ ઉઠાવી હતી. જે સીસીટીવી કેમેરામાં…

શહેરમાં એરપોર્ટ રોડ પર લગ્નપ્રસંગમાં આવેલા યુવકનું સોનાનો ચેઇન ખોવાઇ ગયો હતો. તે દરમિયાન બજરંગવાડીની પરિણીતાએ પોતાની પડેલી ગયેલી વસ્તુ ઉઠાવી હતી. જે સીસીટીવી કેમેરામાં કેદ થતાં ચેઇન માલિકે પડી ગયેલો ચેઇન પરિણીતાએ ઉઠાવ્યો હોવાની પોલીસમાં અરજી કરતા પરિણીતાએ ફિનાઇલ પી લીધુ હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બજરંગવાડીમાં રહેતી મીનાઝબેન મહેબુબભાઇ હોથી નામની 33 વર્ષની પરિણીતા રાત્રીના આઠેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મીનાઝબેન ગત તા.15ના રોજ એરપોર્ટ રોડ પર લગ્નપ્રસંગમાં ગયા હતા.

જ્યા વૈશાલીનગરમાં રહેતા ઇમ્તીયાઝ અને ઇમરાનનો ચેઇન પડી ગયો હતો. જે લગ્નપ્રસંગમાં મીનાઝબેન હોથીના હાથમાંથી પોતાની વસ્તુ પડી જતા તેમણે ઉઠાવી હતી. ચેઇનની શોધખોળ માટે ચેક કરવામાં આવેલા સીસીટીવી ફુટેજમાં મીનાઝબેન હોથીએ ચેઇન ઉઠાવ્યો હોવાની શંકાએ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. ખોવાઇ ગયેલો ચેઇન ઉઠાવી લીધાનું આળ આવતા પરિણીતાએ ફિનાઇલ પી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *