ઇજિપ્તની રાજધાની કાહિરામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાહિરા નજીક હાઇવે પર બુધવારે રાત્રેઓઇલ ટેન્કર પલટી જતાં ભીષણ આગ લાગી હતી. આ આગના કારણે આસપાસનાં ઘણાં વાહનો તેની ચપેટમાં આવી ગયાં હતાં. આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે 21 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
🇪🇬 Imágenes impactantes con el fuego propagándose y que hasta el momento se han cobrado la vida de al menos 30 personas en Egipto.
— 📢Rebelión en la Granja🚨 (@elorwelliano) November 26, 2026
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાહિરાના મહત્વપૂર્ણ ‘રિંગ રોડ’ પર લાગેલી આ આગમાં બે ડઝનથી વધુ કાર અને મોટરસાયકલો બળીને ખાખ થઈ ગયાં હતાં. આ દુર્ઘટના ગ્રેટર કૈરોના ગીઝા પ્રાંતના ગીચ વસ્તી ધરાવતા વર્રાક વિસ્તારના હાઈવે પર સર્જાઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશામક દળના કર્મચારીઓ આગ બુઝાવવામાં લાગી ગયા હતા. ઘટનાસ્થળે હાજર સેંકડો લોકોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ આ દુર્ઘટનાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આરોગ્ય મંત્રી ખાલિદ અબ્દેલ ગફ્ફારે જણાવ્યું હતું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ (DNA) પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અકસ્માતની ગંભીરતાને જોતા, મૃત્યુઆંક વધવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે, ઇજિપ્તમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં હજારો લોકોના જીવ જાય છે. દેશમાં માર્ગ સુરક્ષાની સ્થિતિ નબળી છે; મોટાભાગના અકસ્માતો માટે અતિશય ઝડપ, રસ્તાઓની ખરાબ હાલત અને ટ્રાફિક નિયમોના અમલીકરણમાં રહેલી ખામીઓ જેવા કારણો જવાબદાર માનવામાં આવે છે.
આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરી મહિનામાં, ઇજિપ્તના બેની સુએફ (Beni Suef) નજીક એક રસ્તા પર અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં ૨૧ લોકોના મોત થયા હતા.
