પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટો બની મિસ યુનિવર્સ

3150 હીરા જડેલો તાજ પહેરાવાયો, ડોમિનિકલ રિપબ્લિકની મેલિસા નુનેજ ફર્સ્ટ રનર અપ, ભારતની કાજિયાની સફર ટોપ-30માં પૂર્ણ પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટોએ મિસ યુનિવર્સ 2026નો ખિતાબ…

3150 હીરા જડેલો તાજ પહેરાવાયો, ડોમિનિકલ રિપબ્લિકની મેલિસા નુનેજ ફર્સ્ટ રનર અપ, ભારતની કાજિયાની સફર ટોપ-30માં પૂર્ણ

પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટોએ મિસ યુનિવર્સ 2026નો ખિતાબ જીત્યો છે, જેને 3,150 હીરાજડિત તાજ પહેરાવવામાં આવ્યો. આ સ્પર્ધામાં 116 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો અને તેમાં સુંદરતા ઉપરાંત આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાનું પણ મૂલ્યાંકન થયું હતું.

પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટો મિસ યુનિવર્સ 2026 નો ખીતાબ જીતી લીધો છે. આ સ્પર્ધાનું આયોજન પ્યૂટો રિકોમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ડોમિનિકન રિપબ્લિકની મેલિસા નુનેજ ફર્સ્ટ રનર અપ રહી છે, જ્યાકે વેનેઝુએલાની ક્લારા વેગાસ ગોએટ્સ સેક્ધડ રનર અપ રહી છે અને ફિલિપાઈન્સની બી મિલાન વિંડોસ્કી થર્ડ રનર અપ રહી છે. જ્યારે ફાઈનલમાં ટોપ 5 સ્પર્ધકો પહોંચ્યા ત્યારે તેમને એક મહત્વનો સવાલ પુછવામાં આવ્યો હતો. જેનો વિષય હતો કે, વિશ્વને આ સમયે પોતાના નેતાઓ પાસેથી કઈ વસ્તુની વધુ જરુર છે, આ સવાલનો જવાબ અને સમગ્ર સ્પર્ધા દરમિયાન શાનદાર પ્રદર્શનના કારણે પ્યૂર્ટો રિકોની જેનિફર બૈરેટેને મિસ યુનિવર્સનો તાજ આપવામાં આવ્યો હતો. જે બાદ તેમને સમગ્ર વિશ્વમાંથી શુભકામના પાઠવવામાં આવી રહી છે. આ વખતની મિસ યુનિવર્સ સ્પર્ધા માત્ર સુંદરતા અને રેમ્પ વોક પુરતી સિમિત રહી નહોતી. સ્પર્ધામાં આત્મવિશ્વાસ, વિચાર સરણી, નેતૃ્ત્વ કરવાની ક્ષમતા અને સમાજ પ્રત્યે તેમની જવાબદારીનું પણ મુલ્યાકન કરવામાં આવ્યું હતું. મિસ યુનિવર્સ 2026 સ્પર્ધાની ફાઈનલ 24 નવેમ્બર પ્યૂટો રિકોના સેન જુઆનમાં આયોજીત કરવામાં આવી હતી. આ સ્પર્ધાના 75માં એડીશનમાં 116 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ભારતના પ્રતિનિત્વ અંગે વાત કરીએ તો, ભારત તરફથી 19 વર્ષની કાજિયા લિજ મેજોએ ભાગ લીધો હતો. ભારતની કાજિયા ટોપ 30 માં પહોંચ્યા બાદ ટોપ-12 માં પહોંચી શકી નહોતી.આ વર્ષની આ સ્પર્ધ ખાસ હતી. કારણ કે આ વર્ષે વિજેતા સ્પર્ધકને 3,150 હિરા જડીત ડાયમંડ ક્રાઉન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 75 મી મિસ યુનિવર્સ સ્પર્ધા માટે બનાવેલ આ ખાસ ક્રાઉન 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યો છે. જોકે, સ્પર્ધ પહેલા જ આ ઈવેન્ટ કેટલાક વિવાદોમાં પણ આવી ગઈ હતી. કારણ કે મિસ યુનિવર્સ વિયેતનામની વિજેતા પાસેથી તાજ પરત લઈ લેવામાં આવ્યો હતો. કેટલીક આફ્રીકી સ્પર્ધકોને અમેરિકી વિઝા ન મળતા તેઓ ભાગ લઈ શકી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *