પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવયુગ સ્કૂલથી એસટી તરફ જતા રસ્તા પરથી કઈઇએ આશરે 3 કિલો શંકાસ્પદ એમ્બરગ્રીસ જેવા પદાર્થ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતો આ પદાર્થ બંને શખ્સો વેચવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસે બંનેની અટકાયત કરીને પદાર્થ ફોરેસ્ટ વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવયુગ સ્કૂલથી એસટી તરફ જતા રસ્તા પર બંને શખ્સો આશરે 3 કિલો જેટલો શંકાસ્પદ એમ્બરગ્રીસ જેવો પદાર્થ વેચવા આવ્યા હતા. કઈઇની ટીમે આ સ્થળેથી બંને શખ્સોને શંકાસ્પદ પદાર્થ સાથે પકડી પાડ્યા હતા, જેમાં એક પદાર્થ લેનાર અને બીજો વેચનાર હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા શખ્સોમાં મહેશ ઉર્ફે કાળુ બાલઘા (રહે. નગર નાકા, નાની ડેલી, જામકંડોરણા, જિ. રાજકોટ) અને પરેશ પાઘડાળ (મૂળ રહે. શિવ મંદિર પાસે, મેઈન શેરી, ખંભાળિયા, તા. ગોંડલ, જિ. રાજકોટ, હાલ રહે. અમૃત રેસીડેન્સી, અબ્રામા રોડ, ગોકુલ ધામ સામે, સુરત)નો સમાવેશ થાય છે.
કબજે કરાયેલા પદાર્થની કિંમત કરોડો રૂૂપિયામાં હોવાનું સામે આવ્યું છે. કઈઇ દ્વારા બંને શખ્સોને સ્થળ પરથી લઈ જઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, તેમજ આ પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા બંને શખ્સો અને શંકાસ્પદ એમ્બરગ્રીસ જેવા પદાર્થ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફોરેસ્ટ વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
