ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે સુકા ઘાસમાં આગની જવાળાઓ વચ્ચે ટ્રેન પસાર થઇ ગઇ

રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક રાત્રે 7:50 વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક પાસેના સૂકા ઘાસમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટેશન માસ્તરની…

રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક રાત્રે 7:50 વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક પાસેના સૂકા ઘાસમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટેશન માસ્તરની ઓફિસની બરાબર સામે આવેલી ઝાડીઓમાં આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉઠતા પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે પાટાની બાજુમાં આગ લાગી હતી તે જ સમયે ત્યાંથી એક ટ્રેન પસાર થઈ હતી. સળગતા ઘાસની નજીકથી ટ્રેન પસાર થતા જોઈ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, આ ગંભીર પરિસ્થિતિમાં સ્ટેશન માસ્તરે તાત્કાલિક જાણ કરતા છઙઋના જવાનો અને રેલવે સ્ટાફે સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે દોડી જઈ યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂૂ કરી હતી.

જવાનોની ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને રેલવે ટ્રેકને સુરક્ષિત રીતે ક્લિયર કરાયો હતો. રેલવે પીઆરઓના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી. રેલવે તંત્રની સમયસૂચકતાથી એક મોટી દુર્ઘટના ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *