જસદણમાં 11 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે બચકા ભર્યા

જસદણ પંથકમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની માસુમ બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કરી બાળકી સાથે અડપલા કરી નિર્લજ હુમલો કરી હેવાનિયતની હદો…

જસદણ પંથકમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની માસુમ બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કરી બાળકી સાથે અડપલા કરી નિર્લજ હુમલો કરી હેવાનિયતની હદો વટાવી બાળકીના શરીર પર બચકા ભરી લીધા હતા. આ ઘટના બાદ ભોગ બનનાર બાળકીના પરિવાર પોલીસે ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસ હજુ સુધી આ નરાધમને શોધી શકી નથી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી વિગતો અનુસાર, જસદણના સીમ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષીય માસૂમ પુત્રી કોઈ કામ અર્થે પોતાના ઘરની બહાર નીકળી હતી ત્યારે સીમ વિસ્તાર હોવાથી આસપાસમાં લોકોની અવરજવર નહિવત હતી. બાળકીની આ એકલતાનો લાભ ઉઠાવીને ત્યાં ઘાત લગાવીને બેઠેલો એક નરાધમ શખ્સ અચાનક ત્રાટક્યો હતો.

આ શખ્સે માસૂમ બાળકીને બળજબરીપૂર્વક દબોચી લીધી હતી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા, એટલું જ નહીં આ નરાધમે વિકૃતિની હદો વટાવી બાળકીના શરીરે બચકા પણ ભરી લીધા હતા. અચાનક થયેલા નિર્લજ હુમલાથી 11 વર્ષીય બાળકી અત્યંત ગભરાઈ ગઈ હતી અને જોરજોરથી બૂમાબૂમ કરી હતી ત્યારે દીકરીની ચીસો સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ત્યારે નરાધ શખ્સ બાળકીને ત્યાં જ છોડીને સીમ વિસ્તારમાં ભાગી ગયો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ જસદણ પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. જસદણ પોલીસે બાળકીને જરૂૂરી સારવાર અને તબીબી તપાસ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં કૃત્ય આચરનાર આરોપીનું નામ ’રાજુ મજૂર’ હોવાનું સામે આવ્યું છે, જોકે હજુ સુધી રાજુ પોલીસ પકડથી દુર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *