અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેન્સેન હુઆંગની એનવિડિયામાં વાપસીની ઉજવણી અત્યંત અસામાન્ય રીતે કરી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર AI દ્વારા તૈયાર કરાયેલી એક તસવીર પોસ્ટ કરી, જેમાં ટ્રમ્પના ચહેરાની જગ્યાએ હુઆંગનો ચહેરો મૂકવામાં આવ્યો છે. આ તસવીરમાં હુઆંગનો ચહેરો લોહીથી ખરડાયેલો દેખાય છે અને તેમના હાથમાં એક લાલ બ્રા છે. આ તસવીર 2024માં ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ લેવાયેલા એક ફોટોગ્રાફનું AI -એડિટેડ સંસ્કરણ છે.
જુલાઈ 2024માં, પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન, ટ્રમ્પને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, સુરક્ષાકર્મીઓ તેમને મંચ પરથી સુરક્ષિત બહાર લઈ ગયા હતા. તે સમયે, ટ્રમ્પનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો અને તેમણે મુઠ્ઠી ઊંચી કરી હતી. આ તસવીર તેમના 2024ના રાષ્ટ્રપતિ પદના પ્રચાર અભિયાનની સૌથી પ્રતીકાત્મક અને વ્યાપકપણે ચર્ચાયેલી તસવીરોમાંની એક બની ગઈ હતી.
ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલી AI -જનરેટેડ તસવીરમાં, તેમના પોતાના ચહેરાના સ્થાને જેન્સેન હુઆંગનો ચહેરો મૂકવામાં આવ્યો છે. પૃષ્ઠભૂમિમાં, અમેરિકી ધ્વજને બદલે એનવિડિયાના લોગો વાળું બેનર મૂકવામાં આવ્યું છે. તસવીરમાં હુઆંગ સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા છે અને તેમના હાથમાં એક લાલ બ્રા પકડેલી છે. 11 દિવસ બાદ જેન્સેન હુઆંગની એનવિડિયાના સીઈઓ તરીકે વાપસી ટ્રમ્પની આ પોસ્ટ, એનવિડિયાના બોર્ડ દ્વારા જેન્સેન હુઆંગને ફરીથી કંપનીના પ્રેસિડેન્ટ, સીઈઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે નિયુક્ત કર્યાના થોડા કલાકો બાદ આવી છે. ગદશમશફ ના નિર્ણયનું સ્વાગત કરતા, ટ્રમ્પે જેન્સેન હુઆંગને “રાષ્ટ્રીય સંપત્તિ” ગણાવ્યા. તેમણે કહ્યું કે ગદશમશફમાં હુઆંગનું નેતૃત્વ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ અમેરિકી અર્થતંત્રની સફળતા અને સમૃદ્ધિ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ’ટ્રુથ સોશિયલ’ પર લખતા, ટ્રમ્પે નોંધ્યું કે અમેરિકી સરકાર પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે ગદશમશફ માં હુઆંગની વાપસીથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો છે. એક મુલાકાતમાં, ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે વ્યક્તિગત રીતે ગદશમશફના બોર્ડને જેન્સેન હુઆંગને પાછા લાવવા માટે મનાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમણે બોર્ડના સભ્યોને આગ્રહ કર્યો હતો કે કંપનીનું નેતૃત્વ ફરી એકવાર તેના સ્થાપકને સોંપવામાં આવે.
દરમિયાન, ’ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, સોમવારે (સ્થાનિક સમય અનુસાર) યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એનવિડિયામાં તેમના રોકાણમાંથી 15 મિલિયન ડોલર સુધીનો નફો થયો હોઈ શકે છે. કંપનીના શેરમાં આ ઉછાળો જેનસેન હુઆંગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પુનરાગમનની જાહેરાત બાદ આવ્યો છે.
ન્યૂનતમ અંદાજ મુજબ, ટ્રમ્પ પાસે એનવિડિયાના 32,000 શેર હોઈ શકે છે, જેનું મૂલ્ય 5.3 મિલિયન ડોલર થાય છે. આ ગણતરી મુજબ – જેમાં એવું ધારી લેવામાં આવ્યું છે કે તેમણે મહત્તમ શેર વેચ્યા હશે અને ન્યૂનતમ શેર ખરીદ્યા હશે – તો સોમવારે આવેલા ઉછાળાથી તેમને માત્ર 1.3 મિલિયન ડોલરનો જ ફાયદો થયો હોત.
