‘મોટાભાઇ’ અકાલી દળને મુખ્યમંત્રીની ખુરશી: પંજાબમાં ગઠબંધન જાહેર કરતા શાહ-સુખવીર

પંજાબના રાજકીય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિરોમણી અકાલી દળ (એસએડી) વચ્ચે ફરી…

પંજાબના રાજકીય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિરોમણી અકાલી દળ (એસએડી) વચ્ચે ફરી એકવાર ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે એક પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આ જાહેરાત કરી હતી. જોકે, બેઠકોની વહેંચણીનું સૂત્ર (ફોર્મ્યુલા) હજુ નક્કી થવાનું બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી વ્યવસ્થા હેઠળ ભાજપ 50 બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે બાકીની 67 બેઠકો અકાલી દળ માટે છોડવામાં આવશે.

આ પ્રસંગે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે પંજાબમાં અકાલી દળ “મોટા ભાઈ”ની ભૂમિકા ભજવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કયા પક્ષના હશે, ત્યારે અમિત શાહે કહ્યું, “જે ’મોટો ભાઈ’ હોય તે જ મુખ્યમંત્રી બને છે. જે પણ મોટો ભાઈ હશે, તે જ મુખ્યમંત્રી બનશે.” અમારી મુખ્ય પ્રાથમિકતાઓ પંજાબને નશામુક્ત બનાવવાની, સરહદી રાજ્યમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવાની અને ગુનાહિત ગેંગોનો ખાતમો બોલાવવાની રહેશે.

આ અમારું મુખ્ય લક્ષ્ય છે અને તે બંને પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં પણ કેન્દ્રસ્થાને રહેશે.” ગઠબંધનની જાહેરાત પછી પૂર્વ મુખ્યમંત્રીના પત્ની હરસિમરત કૌરની મોદી કેબીનેટમાં વાપસી નક્કી માનવામાં આવે છે. ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચેનું ગઠબંધન બે દાયકાથી વધુ સમય સુધી ચાલ્યું હતું.

જોકે, સપ્ટેમ્બર 2020માં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને બંને પક્ષો અલગ થઈ ગયા. આ પરિસ્થિતિમાં, હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ, અકાલી દળે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો. આ નિર્ણયે ભાજપ અને અકાલી દળ વચ્ચેની લગભગ 24 વર્ષ જૂની રાજકીય ભાગીદારીનો અંત આણ્યો.

ગઠબંધન તૂટ્યા બાદ, બંને પક્ષોએ પંજાબમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત વચ્ચે અકાલી દળ અને ભાજપ બંનેને પરાજયનો સામનો કરવો પડ્યો. જ્યારે ભાજપે 2 બેઠકો મેળવી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પંજાબની તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તે એક પણ બેઠક જીતી શકી નહીં. અકાલી દળ માત્ર એક બેઠક મેળવી શક્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *