જામનગરમાં પોલીસ પર હુમલા બાદ 2.36 લાખનો ગાંજો ઝડપાયો

જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા બાલાજી પાર્ક-3 વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ શાખાની ટીમે દરોડો પાડી વેચાણ માટે રાખવામાં આવેલા 4 કિલો 725 ગ્રામ ગાંજાના જથ્થા…

જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા બાલાજી પાર્ક-3 વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ શાખાની ટીમે દરોડો પાડી વેચાણ માટે રાખવામાં આવેલા 4 કિલો 725 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી લીધી છે. જ્યારે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરી ઝપાઝપી કરનાર બે પુરુષ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગત મુજબ, તા.22 નવેમ્બરના રોજ એન્ટી નાર્કોટીક્સ શાખાના બે પોલીસ કોન્સ્ટેબલ ખાનગી મોટરસાઇકલ પર પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં ઢીચડા રોડ પર બાલાજી પાર્ક-3માં રામભાઈ ખોળવાળાની શેરીમાં એક મકાન નજીક બે પુરુષ અને બે મહિલાઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યાં હતાં. એક શખ્સના હાથમાં પ્લાસ્ટિકનું બાચકું હતું.

પોલીસ કર્મચારીઓએ પોતાની ઓળખ આપી પૂછપરછ કરવાનો પ્રયાસ કરતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી શરૂૂ કરી હતી. આ દરમિયાન ધર્મેન્દ્ર ડામોર અને ઠાકોર ડામોરે પથ્થર વડે હુમલો કરતાં કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથા અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ બંને પુરુષ આરોપીઓ ગાંજાનું બાચકું સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા, જ્યારે બંને મહિલાઓ મકાનમાં જતી રહી હતી.

ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને 108 મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ નિરીક્ષક ડી.બી. પટેલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પંચો અને ન્યાયિક વૈજ્ઞાનિક પ્રયોગશાળાના અધિકારીની હાજરીમાં બાચકાની તપાસ કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. વજન કરતાં 4 કિલો 725 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂૂ.2,36,250 થાય છે. ઉપરાંત રૂૂ.500ની કિંમતનો વજનકાંટો પણ મળી આવતાં પોલીસે કુલ રૂૂ.2,36,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પ્રકરણમાં રાધા કલમભાઈ ડામોર (ઉ.વ.20) અને મીરા સુનિલભાઈ સોમજીભાઈ બીલવા (ઉ.વ.24)ને ઝડપી લેવામાં આવી છે, જ્યારે તેનાજ ભાઈઓ ઠાકોર કલમભાઈ ડામોર અને ધર્મેન્દ્ર કલમભાઈ ડામોર ફરાર થઈ ગયા છે. ચારેય આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની હોવાનું અને હાલ ઢીચડા રોડ વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો છે.

બન્ને મહિલા આરોપીઓ ને અદાલત સમક્ષ રજુ કરી રિમાન્ડ ની માંગણી કરતાં ત્રણ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે, જ્યારે તેનાજ બે ભાઈઓ કે જેને શોધવા માટે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું, જોકે બન્ને આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા બંનેના ફોટા રિલીઝ કરીને અન્ય જિલ્લાઓમાં પણ તેઓને શોધવા માટેની કવાયત ચાલુ રખાઇ છે. વધુ તપાસ એસ.ઓ.જી. ના પી.આઈ. વિરેનકુમાર રાઠોડ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *