બાબરાના વાંકિયા ગામે કોલેજિયન યુવતીએ ઝેર પી જીવન ટૂંકાવ્યુ આપઘાતનું કારણ અકબંધ: પરિવારમાં કલ્પાંત

બાબરાના વાંકીયા ગામે રહેતી કોલેજીયન યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવતીના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ…

બાબરાના વાંકીયા ગામે રહેતી કોલેજીયન યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવતીના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના વાકીયા ગામે રહેતી અને જસદણમાં કોલેજનો અભ્યાસ કરતી ગાયત્રીબેન હરજીભાઇ કટેશીયા નામની 24 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા યુવતીને સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગાયત્રીબેન કટેશીયા બે ભાઇની એકની એક નાની બહેન હતી અને જસદણ ખાતે આવેલી આર્ટશ કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ અંગે પોલીસે નોંધ કરી યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *