જેતપુર શહેર અને પંથકમાં ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરતા માથાભારે તત્વોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. ખેતીકામ માટે નાણાંની જરૂૂરિયાત ઉભી થતા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા 56 વર્ષીય ખેડૂત પાસેથી 9 લાખની મુદ્દલનું રૂૂ.24.30 લાખ વ્યાજ વસૂલી, જાનથી મારી નાખવાની ધમકી આપી કિંમતી પ્લોટનો દસ્તાવેજ તથા સાટાખત બળજબરીથી કરાવી લેવા અંગે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા જમનભાઈ પરષોતમભાઈ નંદાણીયા (ઉં.વ. 56) એ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આજથી આશરે ચારેક વર્ષ પહેલા તેમને ખેતીકામ માટે રૂૂ. 2 લાખની જરૂૂરિયાત હતી. આથી તેમણે પોતાના ઓળખીતા આશિષભાઈ ઉર્ફે ભુરાભાઈ ખાંટ મારફતે રબારીકા ગામના અશોકભાઈ લાલુનો સંપર્ક કર્યો હતો.
અશોકભાઈએ માસિક 30% ના અસહ્ય ઊંચા વ્યાજદરે રૂૂ. 2 લાખ આપ્યા હતા. જમનભાઈએ ત્રણ વર્ષ સુધી દર મહિને રૂૂ. 60,000 લેખે કુલ રૂૂ. 21,60,000 વ્યાજ ચૂકવ્યું હોવા છતાં, આરોપીએ પેનલ્ટીના નામે વધુ રૂૂ. 12,50,000 ની પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી.
ધમકી આપી જમીન પચાવી પાડી અને કોરા ચેક પડાવ્યા પૈસા ન ચૂકવી શકવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી અશોકભાઈ લાલુએ ગત તા. 21/04/2026 ના રોજ પોતાના બે સાગરીતો દિલીપભાઈ જગુભાઈ ખાખડીયા અને ભુપતભાઈ માણસુરભાઈ ગુલીયાના નામે જમનભાઈની સામાકાંઠા વિસ્તારમાં આવેલી બિનખેતી થયેલ ઔદ્યોગિક હેતુની જમીનના પ્લોટ નં. 2 (1618.65 ચો.વાર) નો બળજબરીપૂર્વક દસ્તાવેજ/સાટાખત કરાવી લીધો હતો. આ ઉપરાંત, બેંકમાંથી ચેક દ્વારા ઉપાડેલા રૂૂ. 4.40 લાખ પણ આરોપીઓએ પડાવી લીધા હતા અને સહી કરેલા બે કોરા ચેક બળજબરીથી લઈ લીધા હતા. વ્યાજ ચૂકવવા લીધેલા અન્ય કરજના વિષચક્રમાં ફસાયા અશોકભાઈનું વ્યાજ ચૂકવવા માટે જમનભાઈએ અન્ય વ્યાજખોરો પાસેથી નાણાં લેવાની ફરજ પડી હતી.
તેમની પાસેથી માસિક 6% વ્યાજે રૂૂ. 5 લાખ લીધા હતા. આરોપીએ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ધમકી આપી પ્લોટ નં. 1/3 (997.91 ચો.વાર) નો બળજબરીથી સાટાખત કરાવી લીધો હતો. રૂૂ. 1.50 લાખ વ્યાજ ચૂકવવા છતાં હજુ રૂૂ. 1.50 લાખ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકીઓ આપવામાં આવી હતી. અગાઉના વ્યાજ ભરવા માટે તેમની પાસેથી માસિક 30% વ્યાજે રૂૂ. 50,000 લીધા હતા. જેનું રૂૂ. 60,000 વ્યાજ ચૂકવ્યા બાદ પણ બાકી નીકળતા રૂૂ. 30,000 માટે નવરાત્રી દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી સહી કરેલા બે કોરા ચેક પડાવી લીધા હતા. અશોકભાઈના કહેવાથી તેમના મિત્ર દેવકુભાઈ પાસેથી 30% માસિક વ્યાજે રૂૂ. 2 લાખ લીધા હતા. એક મહિનાનું રૂૂ. 60,000 વ્યાજ ચૂકવ્યા બાદ બાકીના બે મહિનાના રૂૂ. 1.20 લાખ વ્યાજ અને મુદ્દલ માટે ફોન પર સતત ધમકીઓ આપવામાં આવતી હતી.
આમ ચારેય વ્યાજખોરોએ મળી કુલ રૂૂ. 9.50 લાખની મુદ્દલ સામે રૂૂ. 24.30 લાખ જેટલી માતબર રકમ વ્યાજ પેટે વસૂલી લીધી હોવા છતાં વધુ રૂૂ. 15.50 લાખની ઉઘરાણી કરી જમીન પચાવી પાડી હતી. જેતપુર સીટી પોલીસે આ મામલે અશોકભાઈ લાલુ , દિલીપભાઈ ખાખડીયા, ભુપતભાઈ ગુલીયા, ભરતભાઈ ઉર્ફે ભકુભાઈ વાંક, આશિષભાઈ ઉર્ફે ભુરાભાઈ ખાંટ અને દેવકુભાઈ કાઠી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. બલદાણીયા ચલાવી રહ્યા છે.
