ખંભાળીયામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા: 3.39 લાખનાં દાગીનાની ચોરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂૂ. 3.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી જતાં ચકચાર મચી છે.…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂૂ. 3.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી જતાં ચકચાર મચી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ અહીંના ખોડીયાર ચોક નજીક રહેતાં અલ્પાબેન રણજીતદાન ગઢવી પોતાની પુત્રી સાથે માતાના ઘરે રોકાવા ગયાં હતાં.

દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી રૂૂ. 3.12 લાખની કિંમતના સાત તોલાના સોનાના દાગીના તથા રૂૂ. 27 હજારની કિંમતનો ચાંદીનો અંકોડો મળી કુલ રૂૂ. 3.39 લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો.બાદમાં પુત્રી ઘરે આવતાં દરવાજાનું તાળું તૂટેલું અને ઘરમાં સામાન વેરવિખેર જોવા મળતાં ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે અલ્પાબેનની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *