મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને સમર્પિત ‘બેટોગ્રાફી’ વિભાગ શરૂ

‘ક્રિકેટિંગ ગોડ’ ગણાતા સચિન તેંડુલકરની કરીઅર સાથે જોડાયેલી યાદગાર વસ્તુઓ હવે ક્રિકેટલવર્સ એક જ સ્થળે માણી શકશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત એમસીએ શરદ પવાર ક્રિકેટ…

‘ક્રિકેટિંગ ગોડ’ ગણાતા સચિન તેંડુલકરની કરીઅર સાથે જોડાયેલી યાદગાર વસ્તુઓ હવે ક્રિકેટલવર્સ એક જ સ્થળે માણી શકશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત એમસીએ શરદ પવાર ક્રિકેટ મ્યુઝિયમમાં સચિનને સમર્પિત ‘બેટોગ્રાફી’ નામનો એક ખાસ વિભાગ શરૂૂ કરવામાં આવ્યો છે. અહીં 1978થી 2013 સુધીની તેમની ક્રિકેટ સફર દર્શાવતા તેમના 25 ઐતિહાસિક બેટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

મુંબઈ ક્રિકેટ અસોસિએશન દ્વારા સચિનની 200મી અને અંતિમ ટેસ્ટ મેચને 13 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિભાગ શરૂૂ કરવામાં આવ્યો છે. 16 નવેમ્બર 2013ના રોજ તેમણે વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. સચિન તેંડુલકરનો 100 આંતરરાષ્ટ્રીય સેન્ચુરીનો વિશ્વ વિક્રમ છે અને તેમણે જે 26 બહુમૂલ્ય બેટની ભેટ આપી છે એ બેટથી તેમણે આ 100માંથી કેટલી સેન્ચુરી ફટકારી હતી. બેટના આ સંગ્રહની શરૂૂઆત 1978માં સચિનને પાંચ વર્ષની ઉંમરે મોટી બહેન સવિતાએ ભેટ આપેલા કાશ્મીર વિલો બેટથી થઈ હતી. આ ઉપરાંત, 2012માં બાંગ્લાદેશ સામે 100મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારતી વખતે વાપરેલા બેટ પણ અહીં રાખવામાં આવ્યા છે.

સંગ્રહનું અંતિમ બેટ 2013માં વાનખેડે ખાતે રમાયેલી છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સનું છે. બેટ્સ ઉપરાંત સચિનનું પ્રથમ હેલ્મેટ, મુંબઈની રણજી ટીમની જર્સી, 200મી ટેસ્ટની ભારતીય ટીમની જર્સી અને હેલ્મેટ પણ રાખવામાં આવ્યા છે. 2013માં વાનખેડેમાં નિવૃત્તિના સમયે ઈમોશનલ સ્પીચ આપતી વખતે ઉપયોગમાં લીધેલું કાગળનું પાનું પણ અહીં સાચવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *