પ્રેમી સાથે મળી માતાએ નવજાત બાળકીનું ગળુ ઘોંટી દીધું, પી.એમ.રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો

દહેગામ તાલુકાના અંગુથલા ગામેથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક દિવસની નવજાત બાળકી ગૌચરના કોતરમાંથી ગંભીર હાલતમાં મળી આવી હતી. બાળકીને તાત્કાલિક…

દહેગામ તાલુકાના અંગુથલા ગામેથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક દિવસની નવજાત બાળકી ગૌચરના કોતરમાંથી ગંભીર હાલતમાં મળી આવી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે દહેગામ પોલીસે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ ગુનામાં 21 વર્ષીય માતા અને તેના 32 વર્ષીય પ્રેમીની ધરપકડ કરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, અંગુથલા ગામના ગૌચરના કોતરમાંથી એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિક લોકોની જાણ બાદ બાળકીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો ઉકેલવા તપાસ શરૂૂ કરી હતી.સમાજમાં બદનામી થવાના ડરથી નવજાત બાળકીની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં બાળકીની માતાની પણ સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દહેગામ પોલીસની ટીમે ગણતરીના સમયમાં જ નવજાત બાળકીની હત્યાનો ભેદ ઉકેલી 21 વર્ષીય માતા અને 32 વર્ષીય પ્રેમીની ધરપકડ કરી છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 93, 103(1) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂૂ કરી છે. બાળકીની હત્યા પાછળના સંજોગો, બંને આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાની અન્ય કડીઓ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *