શાપર પોલીસે રૂ. 38.74 લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દીધું

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાની સાથે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડતર રહેલા મુદ્દામાલના નિકાલ માટે એક વિશેષ ઝુંબેશ હાથ…

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાની સાથે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી પડતર રહેલા મુદ્દામાલના નિકાલ માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂૂના મસમોટા જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ કામગીરી અંગેની વિગતો મુજબ, રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર તેમજ ઈન્ચાર્જ એએસપી ડો. નવિન ચક્રવર્તી દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને પોલીસ સ્ટેશનમાં જમા થયેલા મુદ્દામાલનો કાયદેસરની પ્રક્રિયા અનુસરીને ઝડપથી નિકાલ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના આ આદેશના પગલે શાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો. શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસ દરમિયાન પ્રોહિબિશનના કુલ 25 જેટલા ગુનાઓ નોંધાયા હતા. હુકમ મુજબ પારડી ગામથી ઢોલરા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા ખોડિયાર ધાર ખાતે જેમાં જુદી-જુદી બ્રાન્ડની કુલ રૂૂ. 38,74,457 ની કિંમતની 8,923 વિદેશી દારૂૂની બોટલો પર રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *