વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે સગીર માસીયાઈ ભાઈના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર બંને સગીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. મૃતકોની ઓળખ 15 વર્ષીય વિરાજગીરી અતુલગીરી અને 16 વર્ષીય જેનીલગીરી બ્રિજેશગીરી તરીકે થઈ છે. આ બંને સગીર બાઈક પર સવાર થઈને કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કુબા રાવણી ગામ નજીક સામેથી આવી રહેલી કાર અને તેમના બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ઘટના સમયે હાજર લોકોએ સગીરોને CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ છતાં જીવ બચાવી શક્યા નહોતા.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સમયે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તેમજ ટ્રાફિક વ્યવૂર્વવત કર્યો હતો. કાર ચાલકની બેદરકારી અથવા અન્ય કારણોસર આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે. આ કરૂૂણ દુર્ઘટનાના સમાચાર મળતાં જ મૃતક યુવકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. એકસાથે બે સગીરના મોતથી કુબા રાવણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
