26 મિનિટ સુધી હવામાં અટવાઇ ટીમ ઇન્ડિયા

ન્યુઝીલેન્ડમાં ત્રીજી વન-ડે મેચ બાદ, ભારતીય ટીમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક જૂથ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂૂ કરવા માટે વેલિંગ્ટન ગયું, જ્યારે બીજું જૂથ વન-ડે…

ન્યુઝીલેન્ડમાં ત્રીજી વન-ડે મેચ બાદ, ભારતીય ટીમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક જૂથ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂૂ કરવા માટે વેલિંગ્ટન ગયું, જ્યારે બીજું જૂથ વન-ડે શ્રેણીની છેલ્લી બે મેચો માટે માઉન્ટ મૌંગાનુઈ પહોંચ્યું. માઉન્ટ મૌંગાનુઈ ગયેલા જૂથની મુસાફરી સુખદ રહી અને ત્યાં તેમનું પરંપરાગત ‘હાકા’ (ઇંફસફ) નૃત્ય સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું. જોકે, શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને અંશુલ કંબોજ સહિત 8-10 સભ્યો ધરાવતી ટેસ્ટ ટીમને વેલિંગ્ટનમાં ઉતરતા પહેલા એક ભયાનક અનુભવમાંથી પસાર થવું પડ્યું.

‘રેવસ્પોર્ટ્સ’ ના અહેવાલ મુજબ, ભારતીય ટેસ્ટ ટીમના સભ્યો હેમિલ્ટનથી વેલિંગ્ટન જવા માટે એર ન્યુઝીલેન્ડની ફ્લાઈટ ગણ5817 માં રવાના થયા હતા. ખેલાડીઓ ઉપરાંત, આ ફ્લાઈટમાં સપોર્ટ સ્ટાફ પણ હતો, જેમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલનો સમાવેશ થાય છે. વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 11:43 વાગ્યે હેમિલ્ટનથી ઉડાન ભરી હતી. શરૂૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ જેમ જેમ વિમાન વેલિંગ્ટન એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે તેને જોરદાર પવન અને હવામાં અસ્થિરતા નો સામનો કરવો પડ્યો, જેના કારણે લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો અને ફ્લાઈટ 26 મિનિટ સુધી આકાશમાં જ આટા મારતુ રહ્યું. વિમાન ફરીથી 5,000 ફૂટથી વધુ ઊંચાઈ પર પહોંચ્યું. પવન શાંત થયા પછી, પાઈલટોએ ટીમ ઈન્ડિયાને લઈ જઈ રહેલા વિમાનને ઉતારવાનો બીજો પ્રયાસ કર્યો જે આ વખતે સફળ રહ્યો. ભારતીય ટેસ્ટ ખેલાડીઓને લઈ જતું આ વિમાન આખરે બપોરે 1:06 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થયું, જે નિર્ધારિત સમય કરતાં લગભગ 26 મિનિટ મોડું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *