દિવાળીના તહેવારોમાં ચોટીલા ડુંગર પર દર્શન માટે વિશેષ વ્યવસ્થા

  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના દર્શનાર્થે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ સહિતના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા…

 

સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના દર્શનાર્થે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ સહિતના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે ભક્તોની સુવિધા અને દર્શન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શન, આરતી અને ભોજન પ્રસાદના સમયમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, તા. 8 નવેમ્બરથી તા. 14 નવેમ્બર સુધી પગથિયાંનો દ્વાર વહેલી સવારે 3:30 કલાકે ખોલવામાં આવશે અને સવારની આરતી સવારે 4:00 કલાકે યોજાશે. કારતક સુદ પાંચમ તા. 15 નવેમ્બરથી કારતક સુદ ચૌદશ તા. 23 નવેમ્બર સુધી પગથિયાંનો દ્વાર સવારે 4:30 કલાકે ખોલવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સવારની આરતી સવારે 5:00 કલાકે યોજાશે.

કારતકી પૂર્ણિમા તા. 24 નવેમ્બરના રોજ પગથિયાંનો દ્વાર વહેલી સવારે 1:30 કલાકે ખોલવામાં આવશે તથા સવારની આરતી 2:00 કલાકે યોજાશે. ડુંગર ઉપર આવતા ભાવિકો માટે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જાહેર કરેલા સમયપત્રક મુજબ બપોરે 11:00થી 2:00 કલાક સુધી ભોજન પ્રસાદ આપવામાં આવશે. જ્યારે સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે રહેશે.
ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તહેવારો દરમિયાન દર્શનાર્થે આવતા તમામ ભાવિક ભક્તોને દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપરના દિવસો થી પૂર્ણિમા દરમ્યાન ચોટીલા ખાતે ભાવિકો અને વેકેશનને કારણો લાખો લોકોની અવર જવર રહે છે નવા બેસતા વર્ષના દિવસ થી લાભ પાચમ દરમિયાન અંદાજે સાત લાખ થી વધુ લોકો માતાજીના દર્શન નો લાભ લેતા હોય છે.

ત્યાર બાદ પૂનમ પહેલાના દિવસો દરમ્યાન ભાવિકોનો મોટો ઘસારો હોય છે. ખાસ મહેસાણા, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત ના માતાજીના હજારો ભાવિકો કાર્તકી પૂર્ણિમા પહેલા અનેક ગામોનાં પદયાત્રી સંઘો શણગારેલા માતાજીના રથ સાથે ચોટીલા આવતા હોય છે અને આ જ અરસામાં ગીરનાર પરિક્રમાના ભાવિકો પણ ચામુંડાધામમાં દર્શનનો લાભ લેવા પધારતા હોય છે. આમ પંદર દિવસ દરમ્યાન આશરે દશ લાખ થી વધુ લોકો ચોટીલા ચામુંડાધામમાં અવર જવર કરતા હોય છે.

નવા વર્ષ દરમ્યાન ચોટીલા હાઇવે ઉપર તેમજ તળેટી વિસ્તારમાં આવતા યાત્રિક પ્રવાસીઓ ના ઘસારાને કારણે ટ્રાફિક જામ અને પાર્કિંગ સહિતની અવ્યવસ્થા ના સર્જાય તેના માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું ની કડક સુચનાસુર આગોતરૂૂ આયોજન ચોટીલા પોલીસે હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *