બેન્ક કર્મીએ ખેડૂતની લોનમાંથી 21 લાખ પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા!

લોન ભરપાઈ કરવાના બહાને ખેડૂતનો મોબાઈલ હાથમાં લઈ આર.ટી.જી.એસ.અને નેફ્ટ દ્વારા મોટી રકમ ઓળવી જતા ફરિયાદ રાજકોટ શહેરના મવડી 150 ફૂટ રિંગ રોડ પર આવેલ…

લોન ભરપાઈ કરવાના બહાને ખેડૂતનો મોબાઈલ હાથમાં લઈ આર.ટી.જી.એસ.અને નેફ્ટ દ્વારા મોટી રકમ ઓળવી જતા ફરિયાદ

રાજકોટ શહેરના મવડી 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અલયવાટીકા સોસાયટીમાં રહેતા અને ઢાંઢણી ગામે ખેતીકામ કરતા 53 વર્ષીય ખેડૂત અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સાથે રૂૂપિયા 21,00,000 ની મસમોટી ઉઠાવગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે અજયસિંહે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં મેટોડા સ્થિત એક્સિસ બેંકના લોન વિભાગમાં નોકરી કરતા ભાવિન રમેશભાઈ વરસાણી નામના કર્મચારી વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ, ફરિયાદી ખેડૂતને પોતાના મકાનના રિનોવેશન કામ માટે નાણાંની જરૂૂરિયાત હોવાથી તેમણે ખેતીની જમીન પર એગ્રીકલ્ચર લોન લેવા માટે મેટોડા એક્સિસ બેંકનો સંપર્ક કર્યો હતો. જ્યાં લોન વિભાગમાં ફરજ બજાવતા આરોપી ભાવિન વરસાણી અને તુષાર નામના કર્મચારી તેમના સંપર્કમાં આવ્યા હતા અને એપ્રિલ 2025 માં ખેડૂતને રૂૂ. 23,60,000 ની લોન મંજૂર કરાવી આપી હતી. લોન પાસ થયા બાદ આરોપી ભાવિને ખેડૂતના ઘરે અવારનવાર આવીને તેમની સાથે ખૂબ જ સારો સંબંધ કેળવી લીધો હતો અને ખેડૂતનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.

લોન લીધાના આશરે છ મહિના બાદ ખેડૂત પાસે નાણાંની સગવડ થઈ જતાં તેમણે લોન વહેલી ભરપાઈ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી આરોપી ભાવિને તેમને જણાવ્યું હતું કે, લોનના નાણાં ભરવા માટે તમારે તમારી ગ્રામીણ બેંકના ખાતામાંથી એક્સિસ બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે. આરોપીની વાત પર વિશ્વાસ રાખીને ખેડૂતે સૌપ્રથમ તારીખ 25/09/2025 ના રોજ પોતાના ગ્રામીણ બેંકના ખાતામાંથી રૂૂ. 10,00,000 આર.ટી.જી.એસ. (RTGS) મારફતે પોતાના એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તે સમયે આરોપી ભાવિન બપોરના સમયે ખેડૂતના ઘરે આવ્યો હતો અને લોન ખાતામાં પૈસા જમા કરવાના બહાને ખેડૂતનો મોબાઈલ ફોન પોતાના હાથમાં લઈ થોડીવાર પછી ફોન પરત આપીને લોનમાં પૈસા જમા થઈ ગયા હોવાનો ખોટો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ તારીખ 06/10/2025 ના રોજ ખેડૂતે ફરીથી રૂૂ. 9,00,000 નેફ્ટ (ગઊઋઝ) દ્વારા એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને તે જ દિવસે લોન પેટે ભરવા માટે રૂૂ. 2,00,000 રોકડા પણ આરોપી ભાવિનને આપ્યા હતા. તે વખતે પણ આરોપીએ ખેડૂતનો ફોન લઈને લોન એકાઉન્ટમાં રકમ જમા થઈ ગઈ હોવાનું નાટક કર્યું હતું.

જો કે, વર્ષ 2026 ના મે મહિનામાં બેંકમાંથી વ્યાજ ભરવા માટે ફોન આવતા ખેડૂત ચોંકી ઉઠ્યા હતા અને તેમણે ભાવિનનો સંપર્ક કરતા તેણે નોર્મલ ચાર્જ હોવાનું કહી પોતે રૂૂ. 1,32,000 ભરી દીધા હતા. ત્યારબાદ તારીખ 15/06/2026 ના રોજ ખેડૂતે એક્સિસ બેંકની કે.કે.વી. બ્રાન્ચ પર જઈને લોન વિભાગમાં રૂૂબરૂૂ તપાસ કરતા આખી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. બેંકમાંથી જાણવા મળ્યું હતું કે ખેડૂતના લોન ખાતામાં એક પણ રૂૂપિયો જમા થયો નથી અને આરોપી ભાવિને પોતાના એક્સિસ બેંકના ખાતામાંથી રૂૂ. 19,00,000 પોતાની પત્ની વૈશાલીબેનના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા તેમજ રૂૂ. 2,00,000 રોકડા પણ ઓળવી ગયો હતો. આ બાબતે ખેડૂતે આરોપીના પિતા સાથે વાત કરતા તેમણે ભાવિન ગુમ થઈ ગયો હોવાનું અને પરત આવ્યા બાદ પૈસા ચૂકવી દેવાની ખાતરી આપી હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં આરોપી પરત ન ફરતા આખરે ખેડૂતે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *