કાલાવડના મોટી નાગાજારમાં પતિએ મોબાઇલ વાપરવા અંગે ઠપકો આપતા પત્નીનો આપઘાત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજાર ગામની સીમમાં આવેલી એક વાડીના કૂવામાંથી 18 વર્ષીય પરિણીતા યુવતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી છે. પતિએ મોબાઇલ ફોન…

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજાર ગામની સીમમાં આવેલી એક વાડીના કૂવામાંથી 18 વર્ષીય પરિણીતા યુવતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી છે. પતિએ મોબાઇલ ફોન વાપરવા બાબતે ઠપકો આપતાં યુવતી ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ વાડીના કૂવામાં પડી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના માતાસુલા બડા ગામનો વતની અનીલભાઈ ચેનસિંહ હટીલા (ઉંમર વર્ષ 22) પોતાની 18 વર્ષીય પત્ની સાથે ખેતમજૂરી કરવા માટે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજાર ગામે આવ્યો હતો. બંને હાલ કાળુભાઈ બટુકભાઈ પટેલની વાડીમાં રહીને ખેતમજૂરી કરતા હતા.

પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ તા. 18 ઓક્ટોબરના રોજ સવારના આશરે સાતેક વાગ્યાથી તા. 4 નવેમ્બરના બપોરના આશરે ત્રણેક વાગ્યા દરમિયાન કોઈ સમયે પતિએ મોબાઇલ ફોન વાપરવા બાબતે પત્નીને ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનમાં લાગી આવતાં યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તે વાડીના કૂવામાં પડી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થયું છે.

આ અંગે મૃતકના પતિ અનીલભાઈ ચેનસિંહ હટીલાએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસે તા. 5 નવેમ્બરના રોજ અકસ્માતે મોત અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ નોંધ કરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયા દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *