દિલ્હીથી વિશાખાપટ્ટનમમાં ખસેડાઇ ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડે મેચ

  ભારત અને શ્રીલંકા વચ્ચે 13 ડિસેમ્બર, 2026 ના રોજ યોજાનારી પહેલી વનડે દિલ્હીમાં નહીં રમાય. BCCIએ જાહેરાત કરી કે મેચ દિલ્હીથી વિશાખાપટ્ટનમ ખસેડવામાં આવી…

 

ભારત અને શ્રીલંકા વચ્ચે 13 ડિસેમ્બર, 2026 ના રોજ યોજાનારી પહેલી વનડે દિલ્હીમાં નહીં રમાય. BCCIએ જાહેરાત કરી કે મેચ દિલ્હીથી વિશાખાપટ્ટનમ ખસેડવામાં આવી છે. સ્ટેડિયમમાં ચાલી રહેલા નવીનીકરણને કારણે DDCAએ BCCIને સ્થળ બદલવાની વિનંતી કરી હતી.

BCCIએ એમ પણ જણાવ્યું હતું કે દિલ્હીની હવામાન પરિસ્થિતિઓના કારણે પણ આ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ મેચ હવે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.મેચ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરવામાં આવતા વિરાટ કોહલીના ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે.

શ્રીલંકા સામેની પહેલી વનડે મેચ વિશાખાપટ્ટનમ ખસેડવાથી બધો ફોલર ફરી વિરાટ કોહલી પર આવી ગયો છે. આ મેદાન પર વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેના બેટથી અહીં સતત રનનો ઢગલો થાય છે. વનડે ક્રિકેટમાં વિરાટે વિશાખાપટ્ટનમના ACA-VDCAક્રિકેટ સ્ટેડિયમમાં આઠ મેચ રમી છે, જેમાં તેણે 108.66 ની સરેરાશથી 652 રન બનાવ્યા છે. કોહલીએ આ સ્ટેડિયમમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. સ્પષ્ટપણે, આ મેદાન પર કોહલી એક ખાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *