અમદાવાદ-ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર SMCના દરોડા

  રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અલગ-અલગ શહેરોના કેફેમાં નિકોટીનયુક્ત હુક્કાબાર ધમધમી રહ્યા હોવાની માહિતીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં રાજ્ય પોલીસવડાની સ્ટેટ મોનેટરિંગ સેલની…

 

રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં અલગ-અલગ શહેરોના કેફેમાં નિકોટીનયુક્ત હુક્કાબાર ધમધમી રહ્યા હોવાની માહિતીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં રાજ્ય પોલીસવડાની સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતાં. સ્થાનિક પોલીસની જાણ બહાર જ ગાંધીનગરમાં ઇન્ફોસિટી અને અમદાવાદમાં ચાંદખેડા, ગુજરાત કોલેજ રોડ, સિંધુભવન રોડ પર આવેલા કેફેમા બરોડા પાડી મોટી સંખ્યામાં હુક્કાઓ અને પીનારા લોકો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી હુક્કાબાર ચલાવનારા સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. સ્થાનિક પોલીસ હુક્કાબાર પર કાર્યવાહી ન કરતી હોવાના પગલે રાજ્ય પોલીસ વડાએ સીધી સ્ટેટ મોનેટરિંગ સેલને સૂચના આપી આ કાર્યવાહી કરવી છે.

ઝુંડાલ સર્કલના કિંગ્સ કેફેમાંથી હુક્કાબાર ઝડપાયો રાજ્ય પોલીસવડા જી. એસ. મલિક દ્વારા અપાયેલી સૂચના મુજબ સ્ટેટ મોનેટરિંગ સેલ (જખઈ)ની ટીમ દ્વારા અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત બીજી વખત હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું છે. ઝુંડાલ સર્કલ પાસે આવેલા શ્રી ખોડીયાર કાઠીયાવાડી હોટેલ નજીક કિંગ્સ કેફેમાં હુક્કાબારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાફેના માલિક સાવનકુમાર દલપતભાઈ પરમાર (રહે. ઉપવન રેસિડેન્સી, ચાંદખેડા) તથા કાઉન્ટર સંભાળનાર અને હુક્કાના ફ્લેવર બનાવી હુક્કા તૈયાર કરનાર મળી 3 લોકો મળી આવ્યા હતા. પોલીસે હુક્કા, ચિલમ, અલગ-અલગ ફ્લેવરના પેકેટ સહિત હુક્કાબારનો સામાન કબજે કર્યો હતો. ગુજરાત કોલેજ રોડ પર બાતમીના આધારે રેડ, 8 ઝડપાયા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત કોલેજ રોડ ઉપર આવેલ ટી.સી.એસ. (TC’s) લોન્જ એન્ડ રેસ્ટોરન્ટમાં હુક્કાબાર ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં માલિક પથિક ભૂપેન્દ્રભાઈ શાહ (રહે. દીપ એપાર્ટમેન્ટ, આર.સી.પટેલ સ્કુલની બાજુમાં, વાસણા) તથા મેનેજર કૃણાલ ભદરંકભાઈ શાહ, કેશીયર હરેશ રમેશભાઈ ઠાકોર તેમજ રેસ્ટોરન્ટમાં નોકરી કરનાર અન્ય 5 મળી કુલ 8 લોકો મળી આવ્યા હતા.

પોલીસના અલગ-અલગ ફ્લેવરના પેકેટો, હુક્કાઓ, ચિલમ અને અન્ય સામાન મળી આવ્યો હતો, જે તમામ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.સિંધુભવન રોડના ‘જેકલ લાઈવ કેફે’માં પણ દરોડો અમદાવાદના સિંધુભવન રોડ પર કાનસેટ પાર્ટી પ્લોટ પાસે આવેલા જેકલ લાઈવ કેફેમાં પણ હુક્કાબાર ચાલતું હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં કેફેના માલિક જીગર હસમુખભાઈ પટેલ, (રહે.કર્મજ્યોત સોસાયટી, રામદેવનગર ચાર રસ્તા પાસે, સેટેલાઈટ) મળી આવ્યા હતા. હુક્કાબાર ચાલી રહ્યું હતું, જ્યાં પાઇપ સાથેના હુક્કાઓ, અલગ અલગ હુક્કાઓનો સામાન વગેરે મળી આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.ગાંધીનગરના ઈન્ફોસિટી વિસ્તારમાંથી પણ હુક્કાબાર ઝડપાયો ગાંધીનગરના ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરપોર્ટ રોડ પર આવેલી હોટેલ જય ક્રિષ્નાના બેજમેન્ટમાં આવેલ ટેમ્પેશન કેફે ખાતે હુક્કાબાર ચાલતું હોવાની બાકીના આધારે કરોડો ઉપાડતા સંચાલક રોહિતકુમાર સુદામા પાંડે (રહે.જય ક્રિષ્ના હોટલ, કોબા પાટીયા, ગાંધીનગર) મળી આવ્યા હતાં. પોલીસને કાફેમાંથી અલગ-અલગ હુક્કાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *