રાજકોટ શહેરમાં આગામી દીપોત્સવી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ફટાકડાના વેચાણ માટે સ્થળોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. તહેવારો દરમિયાન કોઈ આગજની કે દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ફાયર વિભાગ દ્વારા અરજીઓના આધારે સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયર વિભાગ પાસેથી મળેલી વિગતો અનુસાર, અત્યાર સુધીમાં ફટાકડાના વેપાર માટે કુલ 373 અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ અરજીઓ પૈકી 299 સ્થળોએ ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને તપાસ બાદ સાનુકૂળ અભિપ્રાય આપવામાં આવ્યો છે. જ્યારે નિયમો અને સુરક્ષાના માપદંડોનું પાલન ન કરતી 7 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે.
આ અંગે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ફટાકડાના વેપાર માટે સ્થળની મંજૂરી પ્રક્રિયામાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂૂરી છે. 500 ચોરસ મીટર સુધીની જગ્યા માટે ફાયર ગઘઈ મેળવવી જરૂૂરી નથી, પરંતુ તેમ છતાં ફાયર વિભાગનો અભિપ્રાય મેળવવો ફરજિયાત છે. એટલે કે ફાયર ગઘઈમાંથી મુક્તિ હોવા છતાં વેપારીઓએ ફાયર વિભાગની તપાસ અને અભિપ્રાયની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણમાં વધારો થતો હોવાથી વેપારીઓ દ્વારા સમયસર મંજૂરી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ ફાયર વિભાગ પણ સ્થળોની તપાસ કરીને જરૂૂરી સુરક્ષા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યો છે.
હાલમાં 373 અરજીઓમાંથી 299 સ્થળોની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને 7 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ અંગેની તપાસ અને મંજૂરીની પ્રક્રિયા આગામી દિવસોમાં આગળ વધારવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા વેપારીઓને નિયમોનું પાલન કરીને જ ફટાકડાનો વેપાર કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
