કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030)અને આગામી વૈશ્વિક રમતગમતની ઇવેન્ટ્સની તૈયારીઓના ભાગરૂૂપે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની કામગીરી ભારે ઝડપથી આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જ રમતગમત, શહેરી વિકાસ અને પરિવહનને લગતા વિવિધ મેગા પ્રોજેક્ટ્સ માટે અંદાજે ₹40,000 કરોડના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ મોટા રોકાણ હેઠળ શહેરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જે અમદાવાદને વૈશ્વિક રમતગમત હબ તરીકે સ્થાપિત કરશે.
રમતગમત ક્ષેત્રના વિકાસ માટે સરદાર વલ્લભભાઈ પટેલ (જટઙ) સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે ₹2,800 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનારા એક્વાટિક સ્ટેડિયમ (પેકેજ 1)નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે કરાઈ ખાતે ₹1,450 કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે. પરિવહન સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મેટ્રો ફેઝ-3 અને પ્રસ્તાવિત મેટ્રો રિંગ પ્રોજેક્ટ માટે ₹17,801 કરોડના ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે. ઉપરાંત, રેલવે વિભાગ દ્વારા ₹18,900 કરોડના અમદાવાદ-ધોલેરા રેપિડ રીજનલ ટ્રેન સિસ્ટમ (છછઝજ) પ્રોજેક્ટ માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.
આ સમગ્ર આયોજનનું મુખ્ય આકર્ષણ સિંધુ ભવન રોડ પર ₹570 કરોડના ખર્ચે બનનાર આઇકોનિક સિટી સ્ક્વેર રહેશે. આ સીમાચિહ્નરૂૂપ પ્રોજેક્ટમાં 175 મીટર ઊંચો ભવ્ય ટાવર, ગ્લાસ સ્કાયવોક, વ્યુઇંગ ગેલેરી, સ્કાય ડેક, આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરાં અને ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવશે. નાગરિકો અને પ્રવાસીઓ માટે આ સ્થળે એમ્ફિથિયેટર, આર્ટ ગેલેરી, પબ્લિક પ્લાઝા, મલ્ટી-લેવલ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તેમજ આશરે 50 જેટલા રિટેલ અને કોમર્શિયલ યુનિટ્સ પણ વિકસાવવામાં આવશે.
