પીઠડિયામાં PGVCLના વીજ ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનોનો ઢોલ-નગારા સાથે વિરોધ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગ્રામજનો અને ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે. વારંવાર વીજળી ગુલ થવી, 25 વર્ષ…

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગ્રામજનો અને ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે. વારંવાર વીજળી ગુલ થવી, 25 વર્ષ જૂની જર્જરિત વીજ લાઈન અને ઙૠટઈક તંત્રની ઘોર બેદરકારી સામે આજે ગ્રામજનોએ ઢોલ-નગારા વગાડી અનોખી રીતે ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઙૠટઈકની મુખ્ય કચેરીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

છેલ્લા લાંબા સમયથી પીઠડીયા ગામમાં વીજળીની અનિયમિતતા અને વારંવાર થતા પાવર કટથી ગ્રામજનો અને ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અઠવાડિયામાં ચારથી પાંચ વખત અને રાત્રિના સમયે પણ કલાકો સુધી વીજળી જતી રહેતા બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલી પડે છે. જેના પ્રતિક રૂૂપે ગ્રામજનોએ આજે ઢોલ-નગારા વગાડીને તંત્રને કાન સુધી પોતાની ફરિયાદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.ગ્રામજન કિશોરભાઈ પટેલ અને ખેડૂત અતુલભાઈ ગોંડલીયાના જણાવ્યા મુજબ, પીઠડીયાથી ધારેશ્વર સુધીની વીજ લાઈન અંદાજે 25 વર્ષ જૂની છે. આ એક જ જર્જરિત લાઈન ઉપર જ્યોતિગ્રામ યોજના, ઔદ્યોગિક વીજ પુરવઠો અને ખેતીવાડી કનેક્શનનો ભાર હોવાથી વારંવાર ફોલ્ટ સર્જાય છે. લાઈનમાં અનેક સાંધા હોવાથી સામાન્ય પવનમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રિમોન્સૂન અને મેન્ટેનન્સની કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે. વારંવાર ફોલ્ટના કારણે ખેડૂતોને સિંચાઈમાં પણ મોટી અડચણ પડી રહી છે. કચેરીમાં ફોન કરવા છતાં યોગ્ય જવાબ મળતો ન હોવાથી કંટાળેલા ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે ધરણાં કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *