2 લાખની લાંચના છટકા દરમિયાન 49 લાખ રોકડા મળ્યા

આણંદ એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડ વતી રૂૂ.2 લાખની લાંચ લેતા વચેટિયા દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ પટેલને એસીબીની ટીમે ઝડપી લીધા બાદ બન્ને સામે 2 લાખ રૂૂપિયાની…

આણંદ એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડ વતી રૂૂ.2 લાખની લાંચ લેતા વચેટિયા દિલીપભાઈ ઉર્ફે દીપુભાઈ પટેલને એસીબીની ટીમે ઝડપી લીધા બાદ બન્ને સામે 2 લાખ રૂૂપિયાની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી આણંદ એસઓજી કચેરીના દરવાજા બહાર કારમાં લાંચ સ્વીકારતા વચેટિયા દિલીપ પટેલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.એસીબીએ તપાસ કરતા દીપુ પટેલની કાર માંથી રૂૂ.49 લાખની રોકડ મળી આવી હતી.

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે ફરિયાદીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ ખાતું અનફ્રીઝ કરવા અને કેસમાં ધરપકડ ન કરવાના બદલામાં એસઓજીના પીએસઆઈ વી.એન.રાઠોડ અને દિલીપ પટેલે 2 લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાને બદલે એસીબી નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

પી.આઈ ડી.એન.પટેલ અને તેમની ટીમે છટકું ગોઠવી એસઓજી કચેરીના દરવાજા બહાર કારમાં લાંચ સ્વીકારતા વચેટિયા દિલીપ પટેલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત એસીબીએ વચેટિયાની મારુતિ સિયાઝ કારની તલાશી લેતાં લાંચના 2 લાખ રૂૂપિયા ઉપરાંત અન્ય 49 લાખ રૂૂપિયાની બિનહિસાબી શંકાસ્પદ રોકડ મળી આવી હતી. એસીબીએ કુલ 51 લાખની રોકડ કબજે કરી આ નાણાં ક્યાંથી આવ્યા અને કોના છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે.

એસીબી ના દરોડા દરમિયાન પીએસઆઈ વી.એન. રાઠોડ સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા. ટ્રેપમાં વચેટિયો ઝડપાઈ જતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર થઈ ગયેલા પીએસઆઈ વી.એન. રાઠોડની ધરપકડ કરવા માટે એસીબીની ટીમે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *