ગોંડલ યાર્ડમાં મરચાની સિઝનના પ્રારંભે જ વિવાદ: કંતાનના વજનના વિરોધમાં ખેડૂતોએ હરરાજી અટકાવી

યાર્ડના સતાધીશોએ ખેડુતો અને વેપારીઓ વચ્ચે મીટીંગ ગોઠવી પણ મડાગાંઠ ઉકેલાઇ નહી: આજે પણ મરચાની હરરાજી બંધ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બુધવાર રાત થી મરચા ની…

યાર્ડના સતાધીશોએ ખેડુતો અને વેપારીઓ વચ્ચે મીટીંગ ગોઠવી પણ મડાગાંઠ ઉકેલાઇ નહી: આજે પણ મરચાની હરરાજી બંધ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બુધવાર રાત થી મરચા ની પુષ્કળ આવક શરુ થઇ હતી.અને મરચા ની 700 ભારી ની આવક નોંધાઈ હતી.દરમિયાન ભારી નાં છણીયા નું પાંચસો ગ્રામ વજન વેપારીઓ દ્વારા કપાત કરાતુ હોય મરચાં વેચવા આવેલા ખેડૂતોએ વિરોધ નોંધાવતા મરચાની હરરાજી સ્થગિત કરી દીધી છે.યાર્ડ નાં વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ડીરેકટર પ્રફુલભાઈ ટોળીયાએ મધ્યસ્થી કરી ખેડુતો તથા વેપારીઓ વચ્ચે મીટીંગ ગોઠવી હતી.પણ આ મુદ્દે કોઈ ઉકેલ નહી આવતા નડાગાંઠ સર્જાઇ છે.ખેડૂતોએ આજે પણ મરચા ની હરરાજી નો બહિષ્કાર કર્યો છે.અલબત્ત અન્ય જણસીઓ ની હરરાજી પુર્વવત રહી હતી. સનાડા ગામના ખેડૂત યતીનભાઈ અને અન્ય ખેડૂત નીરુભાઈના જણાવ્યા અનુસાર, ખેડૂતોને મરચાં ભરવા માટેનું એક છીણીયું 120 રૂૂપિયામાં પડે છે.

આમ છતાં, વેપારીઓ દ્વારા ખરીદી વખતે મરચાના વજનમાંથી 500 ગ્રામ વજન કાપી લેવામાં આવે છે અને છીણીયાના પૈસા પણ મળતા નથી. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે કાં તો આ 500 ગ્રામ વજન બાદ કરવાનું સદંતર બંધ કરવામાં આવે, અથવા તો ખેડૂતોને બિલમાં છીણીયાના 100 થી 120 રૂૂપિયા રોકડા ચૂકવવામાં આવે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમરેલી, રાજકોટ અને જામનગર જેવા અન્ય માર્કેટિંગ યાર્ડમાં આ રીતે 500 ગ્રામ વજન કાપવામાં આવતું નથી, તો માત્ર ગોંડલ યાર્ડમાં જ આવો નિયમ શા માટે છે?. ખેડૂતોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમના આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ હરરાજી શરૂૂ થવા દેશે નહીં અને આખો દિવસ યાર્ડમાં બેસી રહેશે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતાના મરચાં ગોંડલને બદલે અન્ય યાર્ડમાં વેચવા લઈ જશે. ખેડૂતોએ યાર્ડમાં ’જય જવાન, જય કિસાન’ ના નારા પણ લગાવ્યા હતા.

મરચાની વિપુલ આવક વચ્ચે હરરાજી બંધ થતા બબાલ મચી જવા પામી હતી.જેને લઇ ને યાર્ડ નાં વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ડીરેકટર પ્રફુલભાઈ ટોળીયા દોડી આવ્યા હતા.અને ખેડૂતો સાથે ચર્ચા શરુ કરી હતી.પરંતુ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે આ મુદ્દે કોઈ ઉકેલ નહી આવતા સાંજે બેઠક રખાઇ હતી. બેઠક માં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કપાત નાં મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા સમાધાન થઇ શકયુ ના હતું.અને ખેડૂતોએ આવતીકાલ શુક્રવારનાં પણ મરચાની હરરાજી નહી કરવા જાહેરાત કરતા મરચાની ભારે આવક વચ્ચે હરરાજી ઠપ્પ થતા ઉહાપોહ મચી જવા પામ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *