જૂનાગઢ તંત્ર દ્વારા લીલી પરિક્રમાની તડમાર તૈયારીઓ : આયોજન અંગે બેઠક મળી

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આગામી સમયમાં યોજનારી ગિરનારની લીલી પરિક્રમાને લઈને સાધુ-સંતો, ઉતારા મંડળ, જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર, વહીવટી તંત્ર અને અલગ-અલગ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક…

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આગામી સમયમાં યોજનારી ગિરનારની લીલી પરિક્રમાને લઈને સાધુ-સંતો, ઉતારા મંડળ, જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર, વહીવટી તંત્ર અને અલગ-અલગ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી પરિક્રમામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને ઉત્તમ સુખ-સુવિધાઓ મળી રહે તે અંગેનું યોગ્ય આયોજન કરવાનો હતો પરંતુ, દર વર્ષની જેમ આ વખતે પણ બેઠકમાં દામોદર કુંડમાં આવતા ગટરના પાણીના પ્રશ્નો, પરિક્રમાના રૂૂટ પર ગોઠવવામાં આવતા પાણીના ટેન્કરો અને શ્રદ્ધાળુઓની પ્રાથમિક સુવિધાઓ બાબતે ગંભીર સવાલો અને વિવાદો ઊભા થયા હતા.

તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા સંતો અને આગેવાનોએ જણાવ્યું હતું કે તંત્રને માત્ર પરિક્રમા કે શિવરાત્રી વખતે જ સુવિધાઓ યાદ આવે છે. આ બેઠકમાં અવાજ ઉઠાવતા નિર્ભય પુરોહિતે જણાવ્યું હતું કે આઝાદીના 80 વર્ષ વીતી જવા છતાં પણ ગિરનારના પરિક્રમા અને શિવરાત્રીના મેળાના રૂૂટ પર લાઈટ, રોડ કે પાણી જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ તંત્ર પૂરતા પ્રમાણમાં આપી શક્યું નથી. ગૌમુખી ગંગાથી નીચેનો રસ્તો, ભરતવાન, સીતાવન, હનુમાનધારા, જટાશંકરની કેડીવાળા રસ્તા તથા પછવાડાની સીડીમાં આજની તારીખે પણ પૂરતી લાઈટો ઉપલબ્ધ નથી અને માત્ર કાગળ પર સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સંતોને પૂરતા પ્રમાણમાં નિમંત્રણો પણ આપવામાં આવતા નથી.

દામોદર તીર્થક્ષેત્રમાં ગટરનું દૂષિત પાણી ભળવાને કારણે પાણીની અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને 1994 પછીના ચેકડેમો પણ સાફ કરવામાં આવ્યા નથી. જો દામોદર કુંડના ગટરના પાણીના પ્રશ્ને અને અન્ય પ્રાથમિક સુવિધાઓ બાબતે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે, તો આગામી સમયમાં અલગ-અલગ હિન્દુ સંગઠનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની પણ તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી.
આ વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે પાણીની અછત વર્તાઈ શકે તેમ છે, જેને ધ્યાનમાં રાખીને પાણી વિભાગ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પરિક્રમા રૂૂટ પર પૂરતા પ્રમાણમાં નવા બોર કરીને શ્રદ્ધાળુઓને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી રહે તેવી વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવાની સૂચના આપવામાં આવી છે.

કલેક્ટરે વર્તમાન તડકા અને પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અતિ નાના બાળકો તેમજ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ધરાવતા સિનિયર સિટીઝનોને આ પરિક્રમામાં આવવાનું ટાળવા માટે ખાસ નમ્ર અપીલ પણ કરી છે.

આ ઉપરાંત વન્યજીવ સુરક્ષા અને સલામતી અંગે વિશેષ ભાર મૂકતા કલેક્ટરે જણાવ્યું હતું કે, 35 કિલોમીટરના આ જંગલ વિસ્તારના રૂૂટ પર વન વિભાગની ટીમો અને ટ્રેકર્સ સતત તૈનાત રહેશે. વન્યજીવો અને માનવીઓ વચ્ચે કોઈ ઘર્ષણ કે અકસ્માત ન સર્જાય તે માટે શ્રદ્ધાળુઓએ પ્રશાસન દ્વારા નિર્ધારિત કરેલા રૂૂટ માર્ગ પર જ ચાલવું અને જંગલના અંદરના જોખમી વિસ્તારોમાં પ્રવેશવાનું ટાળવું અનિવાર્ય છે. ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત હોવાથી પરિક્રમામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને અન્નક્ષેત્ર સંચાલકોએ કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ કે થેલીઓ સાથે ન લાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. ધાર્મિક પરંપરાઓની સાથે કુદરતી પર્યાવરણ અને જંગલની પવિત્રતા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા તમામ નાગરિકો અને સંગઠનો પાસે સહકારની અપેક્ષા રાખવામાં આવી છે.

ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે પરિક્રમામાં નવા ટોયલેટ બ્લોક અને બાથરૂૂમ બનાવવામાં આવે છે. આ બાબતે ગાંધીનગર ખાતે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં બેઠક યોજાઈ હતી. જંગલ વિસ્તારમાં દર વર્ષે નવા બાંધકામ કરવાને બદલે કાયમી છઈઈ પ્લેટફોર્મ બનાવીને બહારનું સ્ટ્રક્ચર ટેન્ટ જેવું રાખવું જોઈએ, જે જરૂૂર વગર ખુલી શકે. ત્યાં પાણી અને સોલારની પણ કાયમી વ્યવસ્થા રહે તેવું સુંદર પ્લાનિંગ સરકારમાં વિચારણા હેઠળ છે અને તેનું અનુકરણ પણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ વ્યવસ્થા ઉપયોગમાં આવશે, જેથી દર વર્ષે નવા બ્લોક બનાવવાની ઝંઝટ અને ગંદકી નિવારી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *