રાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડ આચરનાર ટોળકી ઝડપાઇ

રાજકોટ સહીત દેશના અલગ અલગ આઠ રાજ્યોમાં લગ્નની કંકોત્રી તેમજ અન્ય આકર્ષક એપીકે લિંક્સ મોકલી ડિવાઇસનો સંપૂર્ણ ક્ધટ્રોલ મેળવી કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી દેશવ્યાપી સાયબર…

રાજકોટ સહીત દેશના અલગ અલગ આઠ રાજ્યોમાં લગ્નની કંકોત્રી તેમજ અન્ય આકર્ષક એપીકે લિંક્સ મોકલી ડિવાઇસનો સંપૂર્ણ ક્ધટ્રોલ મેળવી કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરતી દેશવ્યાપી સાયબર ફ્રોડ ટોળકીનો રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરી કોલકાતા અને બેંગલુરુ ખાતેથી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી રૂૂ.18.16 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે.

ધોરાજી તાલુકાના સુપેડી ગામના વરિષ્ઠ નાગરિક અને નિવૃત્ત કર્મચારી જયંતીલાલ ભેંસદડીયાના વોટ્સએપ પર તેમના એક નજીકના સગાના નંબર પરથી લગ્ન કંકોત્રીના સ્વરૂૂપમાં ઠWedding Invitation.apk ફાઇલ આવી હતી. અજ્ઞાનતાના કારણે ફરિયાદીએ આ ફાઇલ ઇન્સ્ટોલ કરતાં જ સાયબર ઠગોએ તેમના બેંક એકાઉન્ટમાંથી રૂૂ.6,57,000 ની મત્તા ઉપાડી લીધી હતી. બનાવ અંગે ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્ય દ્વારા ટેકનિકલ અને ફાઇનાન્સિયલ એનાલિસિસ હાથ ધરી અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.

પોલીસે આંતરરાજ્ય દરોડા પાડી સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર મોહમદ દાનિશ આલમ (ઉં.વ. 28, રહે. કોલકાતા, પશ્ચિમ બંગાળ) સાથે મોહમ્મદ તૌસીફ રઝા (રહે. બેંગલુરુ, કર્ણાટક / મૂળ કોલકાતા) અને તોસીફ રઝાની મંગેતર ઝોયા ખાન (રહે. બેંગલુરુ, કર્ણાટક / મૂળ હાઉરા, કોલકાતા)ની ધરપડક કરી હતી. પકડાયેલ સુત્રધાર મોહમદ દાનિશ આલમ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર છે જે એપલીકેશણ ડેવલોપર્સ પાસે માલવેર ફાઇલો તૈયાર કરાવી ઇન્સ્ટાગ્રામ/બેક-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતો અને ફ્રોડના નાણાં સોનાની ખરીદી મારફતે રોકડમાં રૂૂપાંતરિત કરી વહેંચણી કરતો હતો.જયારે મોહમ્મદ તૌસીફ રઝા બોગસ આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવી જ્વેલર્સમાંથી સોનું ખરીદવા કયુંઅર કોડ મોકલવા તથા તેની મંગેતર ઝોયા ખાન વોઇસ મેસેજ રેકોર્ડ કરી લોકોને જાળમાં ફસાવવામાં મદદ કરતી હતી.

તપાસ દરમિયાન ખુલવા પામ્યું હતું કે, આ આંતરરાજ્ય ગિરોહ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી કોલ સેન્ટર જેવો સેટઅપ ચલાવતો હતો. તેઓ વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા પર સ્વરૂૂપવાન યુવતીઓ કે યુવકોના ફેક પ્રોફાઇલ બનાવી લોકો સાથે સંપર્ક સાધતા હતા. જો કોઈ વ્યક્તિ ફાઇલ ડાઉનલોડ કરવામાં અચકાય, તો આરોપી ઝોયા ખાનના રેકોર્ડેડ વોઇસ મેસેજ મોકલી વિશ્વાસ સંપાદન કરવામાં આવતો હતો.

એકવાર એપીકે ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ પીડિતના ફોનનો તમામ એક્સેસ સાયબર ઠગોના હાથમાં આવી જતો. ત્યાર બાદ બેંક એકાઉન્ટમાંથી નાણાં ગેરકાયદેસર રીતે કલ્યાણ જ્વેલર્સ કે અન્ય નામાંકિત જ્વેલરી શોપ્સના ખાતામાં ટ્રાન્સફર કરી સીધા શુદ્ધ સોનાના સિક્કા તથા દાગીના ખરીદી લેવાતા હતા. આ ખરીદેલા સોનાને અન્ય દુકાને બિલ સાથે વેચી રોકડ રકમ મેળવી હવાલા મારફતે મૂળ આરોપીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.

કર્ણાટક અને કોલકાતા ખાતેથી આરોપીઓની અટકાયત વેળાએ પોલીસે 11 નંગ મોબાઇલ ફોન, 13 સોનાના ચેઇન અને સોનાના સિક્કા સાથે રૂૂ.1.29 લાખની રોકડ અને 18 નંગ ડેબિટ/ક્રેડિટ કાર્ડસ તેમજ 7 સીમકાર્ડ સહીત રૂૂ.18.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી રાજકોટ ગ્રામ્યના ધોરાજી અને શહેરના થોરાળા પોલીસ મથક ઉપરાંત દાદરા નગર હવેલી (સિલવાસા), રાજસ્થાન (ઉદયપુર) અને મહારાષ્ટ્ર (મુંબઈ/થાણે) માં નોંધાયેલી કુલ 7 એફ.આઇ.આર.નો ઉકેલ આવ્યો છે. આ ઉપરાંત ગઈછઙ 1930 પોર્ટલ પર નોંધાયેલી 24 જેટલી ફરિયાદો તેમજ 13 અન્ય વણશોધાયેલી ઘટનાઓ મળી કુલ 37 જેટલા કિસ્સાઓનો પર્દાફાશ થયો છે.

દેશભરમાંથી આવતી ફ્રોડની રકમનું સોનું ખરીદી લેતા
રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડવામાં આવેલી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીના મુખ્ય આરોપીઓની ઠગાઈ કરવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ દાનિશ ઉર્ફે ડેનિયલ એપ્લિકેશન અને એપીકે ફાઇલોનો જાણકાર છે, જે માલવેર એપ બનાવનાર ડેવલપર્સના સંપર્કમાં રહીને સમગ્ર નેટવર્ક ઓપરેટ કરતો હતો. તે સાયબર ફ્રોડથી મેળવેલા નાણાંમાંથી સોનાના સિક્કા અને ઘરેણાં ખરીદાવી, તેને વેચીને રોકડ રકમ મેળવતો તથા પોતાનો હિસ્સો રાખી બાકીની રકમ અન્ય સાગરીતો અને એપ ડેવલપર વચ્ચે વહેંચી નાખતો હતો. બીજો આરોપી મોહમ્મદ તૌસીફ રઝા અને તેની સાથીદાર ઝોયા ખાન સાથે મળીને ફ્રોડની રકમથી સોનું ખરીદવા માટે અલગ-અલગ રાજ્યોમાં જતાં હતાં. તૌસીફ ક્યુઆર કોડ મોકલી ઓનલાઇન પેમેન્ટ કરાવતો અને ખરીદી માટે બોગસ આઈ.ડી. પ્રૂફ તથા અન્યના નામે ખોટાં બિલ પણ બનાવડાવતા હતા. દાનિશના કોલ સેન્ટર જેવા ફ્લેટ પર જરર જણાયે દસ્તાવેજો એડિટ પણ કરવામાં આવતા હતા.

આંતરરાજ્ય સાયબર ટોળકીને પકડવા કામગીરી કરનાર ગ્રામ્ય પોલીસની ટીમ
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પી.આઈ આર.જે.ગોધમ સાથે પી.આઈ એમ.એન.કંડીયા,પીએસઆઈ એ.એન.કામળીયા , ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.જે.જાડેજા, આરકોટ પોલીસ મથકના પી.એસ.આઈ એમ.બી.બારૈયા ઉપરાંત એમ.એન.રાઠોડ, સી.બી.વાંક, એસ.કે.સોલંકી સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યની ફીલ્ડ ટીમ તથા ઓફીસ ટીમના સંયુકત ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *