અભિષેક-વૈભવનો જાદુ, 11 વર્ષ બાદ ઇડન પાર્ક હાઉસફૂલ

ભારત-ન્યુઝીલેન્ડની ચોથી ટી-20 મેચ શુક્રવારે ઓકલેન્ડમાં યોજાશે, તમામ ટિકિટો સોલઆઉટ ક્રિઝ પર એક બાજુ અભિષેક શર્મા હોય અને બીજી બાજુ વૈભવ સૂર્યવંશી હોય તો તેના…

ભારત-ન્યુઝીલેન્ડની ચોથી ટી-20 મેચ શુક્રવારે ઓકલેન્ડમાં યોજાશે, તમામ ટિકિટો સોલઆઉટ

ક્રિઝ પર એક બાજુ અભિષેક શર્મા હોય અને બીજી બાજુ વૈભવ સૂર્યવંશી હોય તો તેના ક્રિકેટ ચાહકો આ તક જોવાની ચુકતા નથી. વેલિંગટનમાં જે અભિષેક અને વૈભવે કર્યું તે બધાએ જોયું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ઓકલેન્ડમાં 30 ઓક્ટોમ્બરના રોજ રમાશે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. તે ઈડન પાર્ક હાઉસફુલ થઈ ચૂક્યું છે. પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચશે. છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તુટી જશે.

30 ઓક્ટોમ્બરના રમાનારી આ મેચની તમામ ટિકિટ વેચાય ચૂકી છે. બધી ટિકિટ સોલ્ડ આઉટ થવાનો મતલબ એ થયો કે, 41000ની ક્ષમતાવાળું ઈડન પાર્ક ચાહકોથી ખચોખચ ભરેલું રહેશે. મોટી વાત એ છે કે, 11 વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં ચાહકો એક સાથે ઈન્ટરનેશનલ મેચ જોવા માટે ઈડન પાર્ક પહોંચશે. છેલ્લી વખત આટલી મોટી સંખ્યામાં ચાહકો ઈડન પાર્ક 2015ના વર્લ્ડકપના સેમિફાઈનલના મુકાબલામાં પહોંચ્યા હતા.

હવે પ્રશ્ન એ છે કે, શું વેલિંગ્ટનમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ બતાવેલા જાદુએ ચોથી T20I માટે ચાહકોને સ્ટેડિયમ તરફ ખેંચ્યા હતા? તે એક મુખ્ય કારણ હોઈ શકે છે. પરંતુ સમગ્ર સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું એકંદર પ્રદર્શન પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ પાવરપ્લેમાં એવી ધમાલ મચાવી હતી કે, ટી20ના ઈતિહાસના તમામ રેકોર્ડ તુટી ગયા હતા. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બંનેની બેટિંગ જોઈ ચાહકોને જાણે એવું લાગ્યું કે, એક ટી20 મેચ નહી પરંતુ એક્શનથી ભરપુર ફિલ્મ જોઈ હોય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *