ગેંગસ્ટર્સ ભાઉને ફરિદપુરીયા USમાં ઝડપાયા

અમેરિકી સુરક્ષા એજન્સીઓએ ફરાર ગેંગસ્ટર હિમાંશુ ભૌની ધરપકડ કરી છે. ભારતીય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તે લાસ વેગાસમાં હોવાની માહિતી આપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં…

અમેરિકી સુરક્ષા એજન્સીઓએ ફરાર ગેંગસ્ટર હિમાંશુ ભૌની ધરપકડ કરી છે. ભારતીય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તે લાસ વેગાસમાં હોવાની માહિતી આપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય એક ફરાર આરોપી, નીરજ ફરીદપુરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષની શરૂૂઆતમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે તેના પગ પર લગાવેલું ટ્રેકિંગ ડિવાઇસ કાઢી નાખ્યું હતું અને ધરપકડથી બચી રહ્યો હતો.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના એક સૂત્રએ જણાવ્યું હતું કે હિમાંશુ ભૌ વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા ’રેડ નોટિસ’ જારી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસની કેટલીક ટીમો અમેરિકામાં તેના લોકેશનને ટ્રેક કરવા માટે કામ કરી રહી હતી.

સૂત્રના જણાવ્યા અનુસાર, ભારતીય એજન્સીઓ હવે તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમેરિકી કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. જરૂૂરી દસ્તાવેજી કાર્યવાહી અને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે વરિષ્ઠ અધિકારીઓની એક વિશેષ ટીમ પણ અમેરિકા જઈ શકે છે.

23 વર્ષીય હિમાંશુ ભૌ, જે ’કુણાલ’ તરીકે પણ ઓળખાય છે, તે હરિયાણાના રોહતક જિલ્લાના રિતોલી ગામનો રહેવાસી છે. તેણે રોહતકની સબ્જી મંડી વિસ્તારમાં લોકો પાસેથી ખંડણી ઉઘરાવીને ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેના પર રિતોલી ગામના જ સની નામના યુવકની હત્યા કરવાનો આરોપ છે.તેણે પોતાની અલગ ગેંગ બનાવી. તેની સામે 30થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાંથી ઓછામાં ઓછા 16 કેસ હત્યા અથવા હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે.”

સૂત્રએ વધુમાં ઉમેર્યું, “તેની સામે ’લુકઆઉટ સર્ક્યુલર’ (દેશ છોડવા પર પ્રતિબંધ મૂકતું નોટિસ) જારી થાય તે પહેલાં જ, હિમાંશુએ ઓગસ્ટ 2022માં બરેલીથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ’કુણાલ સિંહ’ના નામે પાસપોર્ટ મેળવી લીધો અને દેશ છોડીને ભાગી ગયો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *