રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી રાધે પાર્ક સોસાયટીના કોમન પ્લોટ અંગે કબજો અને ઉપયોગને લઈને ગંભીર વિવાદ સામેઆવ્યો છે. સોસાયટીની માલિકીના કોમન પ્લોટમાં કથિત રીતે દબાણ કરી લોખંડનો શેડ ઊભો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સોસાયટી દ્વારા રાજકોટ કલેકટર સમક્ષ લેન્ડગ્રેબીંગ અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જમીનની વિગતો અને વિવાદનો મુખ્ય મુદ્દો ફરિયાદમાં દર્શાવેલી વિગતો મુજબ, રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 3/પૈકી-2 હેઠળની જમીન અંગે વિવાદઊભો થયો છે. અરજીમાં પ્લોટ નંબર 1થી 34 અને સબ-પ્લોટ નંબર 1થી 34ની વિગતો દર્શાવવામાં આવી છે. ફરિયાદી દ્વારાજમીનની જંત્રી મુજબની કિંમત રૂૂ. 4,50,00,000 દર્શાવવામાં આવી છે. સોસાયટીના ફરિયાદી રજનીકભાઈ રમણીકભાઈ સાવલિયાનો આક્ષેપ છે કે કોમન પ્લોટમાં કથિત રીતે રામધણ આશ્રમ દ્વારા દબાણ કરીને લોખંડનો શેડ બનાવવામાં આવ્યો છે અને તે જગ્યાનો ઉપયોગઆશ્રમ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ફરિયાદમાં રામધણ આશ્રમના મહંત, તેમના ભત્રીજા દિવ્યેશભાઈ તથા આશ્રમના અનુયાયી સંજયભાઈનો ઉલ્લેખ કરવામાંઆવ્યો છે.ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ, આ વ્યક્તિઓ દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં લોખંડનો શેડ ઊભો કરીને જગ્યાનો કબજો કરવામાં આવ્યો છે.
આ અંગે સોસાયટી દ્વારા સંબંધિત વ્યક્તિઓને કાયદેસરની લીગલ નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ દ્વારા વિવાદિત જગ્યા ખાલી કરી કોમન પ્લોટનો ઉપયોગ સોસાયટીના હિતમાં થાય તે માટે જરૂૂરી કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. સોસાયટીના જણાવ્યા અનુસાર, નોટિસ પાઠવ્યા બાદ પણ વિવાદનો સંતોષકારક ઉકેલ ન આવતાં અને જગ્યાનો કબજો પરત ન મળતાં સોસાયટીએ સક્ષમ સરકારી સત્તાધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ કલેક્ટર સમક્ષ ફરિયાદ સોસાયટીના જણાવ્યા અનુસાર રાજકોટના કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી રજૂ કરવામાં આવી છે.
ફરિયાદી પક્ષની માગણી છે કે સમગ્ર મામલાની કાયદાકીય તપાસ કરવામાં આવે, જમીનના માલિકી હક્કો અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તથા તપાસના આધારે કાયદા મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવે ફરિયાદી પક્ષ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની કાર્યવાહી દરમિયાન ફરિયાદી તેમજ ફરિયાદમાં જણાવવામાં આવેલા સામેવાળા પક્ષકારોનાં નિવેદનો લેવામાં આવ્યાં છે. ત્યારબાદ વિવાદિત સ્થળ અંગે પંચરોજકામની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ કાર્યવાહીનો હેતુ સ્થળ પરની પરિસ્થિતિ અને સંબંધિત હકીકતોની નોંધ લેવાનો હોવાનું ફરિયાદી પક્ષ તરફથી જણાવાયું છે. સોસાયટીના સભ્યોના જણાવ્યા મુજબ, સ્થળ પર પંચરોજકામની કાર્યવાહી થવી એ આ વિવાદની તપાસમાં એક પ્રક્રિયાત્મક પગલું છે. આ કાર્યવાહીથી જ કોઈ પક્ષનો કબજો ગેરકાયદેસર સાબિત થઈ ગયો હોવાનું માનવું યોગ્ય નથી; અંતિમ નિષ્કર્ષ સક્ષમ સત્તાધિકારીના નિર્ણય અને ઉપલબ્ધ પુરાવાઓ પર આધારિત રહેશે.
