લોહાનગરમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર: રૂા. 3.63 લાખથી વધુ મતાની ચોરી

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી લોહાનગર સલીમ મુર્ગીવાળાની શેરીમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યો ચોર ઇસમ બંધ મકાનમાંથી લાખો…

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી લોહાનગર સલીમ મુર્ગીવાળાની શેરીમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યો ચોર ઇસમ બંધ મકાનમાંથી લાખો રૂૂપિયાના સોનાના દાગીના, રોકડ રકમ અને કિંમતી વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયો છે. આ મામલે મકાનમાલિક અને વ્યવસાએ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 60 વર્ષીય શંકરભાઈ નાથાભાઈ ભેમાણીએ રાજકોટ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસ અહેવાલ મુજબ, આ ચોરીની ઘટના તારીખ 18/10/2026ના સવારના 05:00 વાગ્યાથી લઈને તારીખ 19/10/2026ના બપોરના 16:30 વાગ્યા દરમિયાન બની હોવાનું અનુમાન છે.

ફરિયાદની વિગતો અનુસાર, શંકરભાઈ અને તેમના પત્ની નિર્મળાબેન ગત 18 ઓક્ટોબરના રોજ સવારે પોતાના ઘરના દરવાજા અને ડેલીને તાળું મારીને વતન માંડલ (તા. વિરમગામ) ખાતે માતાજીના નિવેદ કરવા માટે ગયા હતા. ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પરત ફર્યા અને ઘરનું તાળું ખોલીને અંદર પ્રવેશ્યા, ત્યારે ઘરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતા લાકડાની શેટીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતા.

અજાણ્યો ચોર બીજી ચાવી વડે અથવા દીવાલ ટપીને ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. આ તસ્કર ઘરમાંથી આશરે 3 તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર (કિંમત રૂૂ. 2,10,000/-), એક તોલા વજનની સોનાની 3 વીંટીઓ (કિંમત રૂૂ. 70,000/-) અને રૂૂ. 80,000/-ની રોકડ રકમ ચોરી ગયો છે. આ ઉપરાંત, ચોર પોતાના સાથે ઘરના કિંમતી વાસણો જેવા કે પીતળની ગોળી, ત્રાંબાની કોઠી, પીતળનો ગરબો, કાંસાની ત્રાંસળીઓ અને પીતળના જગ પણ લઈ ગયો છે. આમ, કુલ મળીને રૂૂ. 3,63,250/- ના મુદ્દામાલની ચોરી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *