રાજકોટમાં ભંગારના વેપારીઓને પોલીસની હેરાનગતિ મુદ્દે આવેદન અપાયું

રાજકોટ શહેરમાં જૂના કચરા-ભંગાર અને સ્ક્રેપનો વેપાર કરતા આશરે એક જેટલા વેપારીઓના પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર…

રાજકોટ શહેરમાં જૂના કચરા-ભંગાર અને સ્ક્રેપનો વેપાર કરતા આશરે એક જેટલા વેપારીઓના પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.આ આવેદનપત્ર પાઠવતી વખતે વેપારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં જૂના ભંગાર તેમજ સ્ક્રેપનો વ્યવસાય કરતા નાના-મોટા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે.

આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ દ્વારા ભંગારના વેપારીઓ પાસે જૂના સામાન, ગાડીઓના સ્પેરપાર્ટ્સ, બોનેટ કે ટાયર વગેરે ખરીદવા બદલ બિલ અને ખરીદીના કાગળો માંગવામાં આવે છે.
વેપારીઓ મુજબ, ભંગારમાં આવતો સામાન એક્સિડન્ટ થયેલી જૂની ગાડીઓ, જૂના વાહનો કે વપરાયેલો સામાન હોય છે. આવા જૂના અને ભંગાર સામાનના પાકા બિલ કે પંચનામા હોવા વ્યાવહારિક રીતે શક્ય નથી હોતા. છતાં, આ બાબતનો ગેરલાભ ઉઠાવીને કેટલાક પોલીસ કર્મચારીઓ તેમને ખોટી રીતે હેરાન કરે છે.વેપારી આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ પ્રકારના ચોરીના સામાન કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા નથી કે ટેકો આપતા નથી. તેઓ માત્ર પોતાની મહેનત અને પરસેવાની કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *