કચ્છના મુન્દ્રામાં એક પરિણીતા સાથે નોકરના આડા સંબંધમાં પતિ અને પ્રેમી વચ્ચે લોહિયાળ અથડામણ થતા પરિણીતાના પ્રેમી અને તેના મિત્રની લોથ ઢળી હતી જયારે પરિણીતાના પતિને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે.આ સમગ્ર ઘટના અંગે મદદનીશ પોલીસ અધીક્ષક મુંદરા વિભાગના ગૌતમ વિવેકાનંદને પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના શંકર ઉર્ફે વિજય ગઢવીને શંકા હતી કે, તેની પત્નીના આડા સંબંધ જયરાજસિંહ સરવૈયા સાથે છે. આથી આ શંકાને લઈ શંકર અને પ્રકાશ મુંદરા આવ્યા હતા, જ્યાં જયરાજસિંહ સાથે આ મુદ્દે ગરમાગરમી થતાં પ્રકાશે જયરાજ ઉપર અને વળતામાં જયરાજે પ્રકાશ ઉપર ઘાતક હુમલો કર્યો હતો.
શંકર, પ્રકાશ અને જયરાજસિંહની આ લોહિયાળ અથડામણમાં જયરાજ સિંહ અને પ્રકાશ મૃત્યુ પામ્યા છે, જ્યારે શંકર ગંભીર રીતે ઘાયલ હોવાથી સારવાર તળે છે. સૂત્રો પાસેથી આ અંગે મળેલી વિગતવાર માહિતી મુજબ સાંજે 7 વાગ્યા આસપાસ જયરાજાસિંહ સરવૈયા (રહે. સૂર્યનગર, મુંદરા) જે ઉમિયા નગર-મુંદરામાં આવેલી પોતાની શાકભાજીની દુકાન ઉપરથી એક ટમેટાનું બોક્સ લઈ ટીવીએસ જ્યુપિટર વાહન નંબર જીજે-12-એચજી-4097 ઉપર બેસી દુકાનથી પોતાના ઘરે કલાપૂર્ણ સોસાયટી મુંદરા તરફ જતો હતો તે દરમિયાન મુંદરા-બારોઈ રોડ સૂરજનગર વિસ્તારમાં આવેલી પપ્પુ આર્કેડ નામની સોસાયટીના રસ્તામાં બે ઈસમ વિજય ઉર્ફે શંકર ખેરાજ ગઢવી તેમજ પ્રકાશ સુથાર બંને મોટરસાઈકલ સ્પ્લેન્ડર નં. જીજે-12-ડીક્યુ-6945 ઉપર બેસી ચપ્પુ જેવા હથિયાર સાથે આવ્યા હતા.
અને જયરાજાસિંહનું જ્યુપિટર વાહન ઊભું રખાવી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો, જેમાં જયરાજાસિંહને ગંભીર ઇજાઓ થઈ અને જયરાજાસિંહે પોતાના સ્વ-બચાવ માટે સામાવાળા બંને પાસેના ચપ્પુ લઈ ચપ્પુ તેમજ પથ્થર વડે હુમલો કરી તેઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મારામારીમાં જયરાજા સિંહ તેમજ પ્રકાશનું મૃત્યુ થયું હતું તથા શંકર ગઢવીને સારવાર માટે હોસ્પિટલમાં છે. શંકર અગાઉ જયરાજાસિંહ પાસે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો, તે દરમિયાન શંકરને શક-વહેમ હતો કે જયદીપાસિંહ (શેઠ)તેની પત્ની સાથે આડા સંબંધ ધરાવે છે, જે વાતનું મનદુ:ખ રાખીને આ બનાવ બન્યાની વિગતો મળી છે.
