19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોના વૈશ્વિક રેન્કિંગમાં ભારતના અનેક શહેરો જોવા મળ્યા હતા. દુનિયાના સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા ટોપ-20 શહેરોમાંથી 13 શહેરો એકલા ભારત દેશના નોંધાયા હતા. જોકે, આશ્ચર્યજનક વાત એ રહી કે અવારનવાર ભારતના સૌથી પ્રદૂષિત શહેર તરીકે ચર્ચામાં રહેતી દેશની રાજધાની દિલ્હી, આ રેન્કિંગ જાહેર કરાયા તે સમયે વૈશ્વિક ટોપ- 20 યાદીમાં સામેલ નહોતી.
AQI.inના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશનુંબુલંદશહર 198 ના US AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) સાથે વિશ્વભરમાંત્રીજા ક્રમેરહ્યું હતું, જેને આરોગ્ય માટે અસ્વસ્થ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તે પછી ત્રિપુરાનુંઅગરતલા 181ના અચઈં સાથે વિશ્વમાંચોથા ક્રમેરહ્યું હતું.
વૈશ્વિક યાદીમાં ટોચના સ્થાનો પર ઈન્ડોનેશિયાના પણ અનેક શહેરો રહ્યા હતા. સેન્ટ્રલ કાલિમંતનનુ પલંગકારાયા 242ના US AQI સાથે વૈશ્વિક સ્તરેપ્રથમ ક્રમેરહ્યું હતું, જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારેપલેમબાંગ 207ના અચઈં સાથે ગંભીર શ્રેણીમાં બીજા ક્રમે રહ્યું હતું. આ સિવાય ઈન્ડોનેશિયાના સંપિત અને જામ્બી અનુક્રમે 180 અને 176ના અચઈં સાથે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહ્યા હતા. મલેશિયાના પુત્રાજયા, કુઆલાલંપુર અને પેટાલિંગ જેયા પણ વૈશ્વિક ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં સ્થાન પામ્યા હતા.
ભલે દિલ્હી વૈશ્વિક ટોપ-20ની યાદીમાં દેખાયું ન હોય, પરંતુ રાતોરાત તેની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર બગાડ થયો હતો. રાજધાનીના ઐતિહાસિક અચઈં ગ્રાફ મુજબ, 19 ઓક્ટોબરે સવારે 7:31 વાગ્યે US AQI મહત્તમ 191 ના સ્તરેપહોંચી ગયો હતો, જે બાદમાં દિવસ દરમિયાન ઘટવા લાગ્યો હતો. નિષ્ણાતો જણાવે છે કે, જો કોઈ શહેર વૈશ્વિક રેન્કિંગથી બહાર પણ હોય, તો પણ હવામાં પ્રદૂષણનું ઊંચું સ્તર લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે – ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ કે હૃદય સંબંધિત બીમારી ધરાવતા દર્દીઓ માટે તે અત્યંત નુકસાનકારક છે.
સૌથી વધુ પ્રદૂષિત ટોપ-20 શહેરોમાં ભારતના શહેરો
પાલી (રાજસ્થાન): AQI 174
મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ): AQI 174
બુરહાનપુર (મધ્ય પ્રદેશ): AQI 174
રોહતક (હરિયાણા): AQI 172
કોટા (રાજસ્થાન): AQI 170
મુંબઈ (મહારાષ્ટ્ર): AQI 167
હાપુડ (ઉત્તર પ્રદેશ): AQI 166
હિસાર (હરિયાણા): AQI 165
બીકાનેર (રાજસ્થાન): AQI 165
બરેલી (ઉત્તર પ્રદેશ): AQI 164
