RMCનું ઘોડુ દશેરા પહેલા દોડ્યું! મીઠાઇ-ફરસાણના ધંધાર્થીઓને ત્યાં દરોડા

સામાન્ય રીતે દશેરા કે દિવાળી જેવા મોટા તહેવારો ટાણે અથવા તહેવારના આગલા દિવસે જ મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવતી હોય છે. પરંતુ આ વખતે ફૂડ…

સામાન્ય રીતે દશેરા કે દિવાળી જેવા મોટા તહેવારો ટાણે અથવા તહેવારના આગલા દિવસે જ મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવતી હોય છે. પરંતુ આ વખતે ફૂડ શાખાનું ઘોડું દશેરાના તહેવાર પહેલાં જ દોડ્યું છે. દશેરાના પવિત્ર તહેવાર દરમિયાન રાજકોટવાસીઓ મોટા પ્રમાણમાં જલેબી, ફાફડા, વિવિધ મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે.

આ સમયે ભેળસેળયુક્ત કે વાસી સામગ્રી લોકોના પેટમાં ન જાય અને જનઆરોગ્ય જોખમાય નહીં તે હેતુથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ખાસ સૂચનાથી ફૂડ શાખાના ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો બનાવી શહેરમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. 40થી વધુ નામી-અનામી પેઢીઓ અને ડેરીઓમાં અચાનક પહોંચીને તપાસ હાથ ધરી હતી. આશરે 36 કિલોથી વધુ અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો, આ ઉપરાંત મીઠાઈ, ફરસાણ, દૂધ, માવો અને અન્ય ખાદ્ય ચીજોના મળી શંકાસ્પદ લાગતી આઇટમના કુલ 44 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા.

આટલી જગ્યાએથી મળ્યું વાસી ફૂડ, આરોગ્યના નિયમોનો ઉલાળિયો

મોમોનીસ ફૂડટ્રક: ઉદગમ સ્કૂલ પાસે, પુનિત નગર, 80 ફુટ રોડ, મવડી ખાતેથી વાસી, પડતર પેક કરેલ ફ્રોજન મોમોસ તથા મનચુરીયન પેસ્ટ 20સલ તથા દાજયું તેલ 3સલ કુલ 23સલ સ્થળ પર નાશ કરવામાં આવેલ.
શ્યામ ફરસાણ સ્વીટમાર્ટ: શોપ નંબર -8 તિરૂૂપતિ નગર -2 કોર્ન, મીરા ફેશન સામે, રૈયા રોડ, રૂૂ.500નો દંડ
શ્રી સીતારામ ડેરી: શ્રી હરીનગર-ઇ,પ્લોટનં-49, મોરબી રોડ, રાધિકા પાર્ક પાસે, (1)બટર બાસ્કેટ (મીઠાઇ-લૂઝ) (2)ગુલાબ પિસ્તા સેન્ડવિચ બરફી(મીઠાઇ-લૂઝ)ના નમૂના લેવામાં આવેલ. તેમજ 9સલ વાસી,પડતર મીઠાઇ અને 4સલ એક્સપાયરી ડેટ વીતેલ ચેરી/કરોન્ડા મળી કુલ 13સલ નાશ કરવામાં આવેલ.
શ્રી શક્તિરાજ સ્વીટ નમકીન: લક્ષ્મીવાડી -14 કોર્નર, લક્ષ્મીવાડી મેઇન રોડ, રાજકોટ. (1)ફાફડા ગાંઠીયા (લુઝ) (2)મીઠા સાટા (મીઠાઈ લુઝ)ના નમૂના
કૈલાશ ફરસાણ માર્ટ: 12 -સરદાર નગર, આશિષ કોમ્પલેક્ષ, સરદારનગર મેન રોડ, રાજકોટ. (1)ફાફડા ગાંઠીયા (લુઝ) (2)જલેબી (લુઝ)ના નમૂના
શ્રી પંચનાથ નમકીન સેન્ટર: સદર બજાર મેઇન રોડ, વિનોદ બેકરી સામે, રાજકોટ. (1)ફાફડા ગાંઠીયા (લુઝ) (2) જલેબી (લુઝ)ના નમૂના
બજરંગ ફરસાણ: માલાણી કોમ્પલેક્ષ, કોટેચા નગર મેઇન રોડ, કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ સામે, રાજકોટ. (1)ફાફડા ગાંઠીયા (લુઝ) (2)જલેબી (લુઝ)ના નમૂના
જલિયાણ ફરસાણ: ગાયત્રીનગર 1/10, ગાયત્રીનગર મેઇન રોડ, (1)ફાફડા ગાંઠીયા (લુઝ) (2)જલેબી (લુઝ)ના નમૂના
રામદેવ ડેરીફાર્મ: પુનિત નગર, શેરી નંબર -3 નો ખૂણો, (1)કેસર સેન્ડવીચ(મીઠાઇ-લૂઝ)નો નમૂના
બાલાજી ફરસાણ: હનુમાનમઢી ચોક, રૈયા રોડ, (1)રોઝ મિલ્ક (મીઠાઇ-લૂઝ) (2)બ્લૂ બેરી(મીઠાઇ-લૂઝ)ના નમૂના
ધારેશ્વર ફરસાણ: ભક્તિનગર સર્કલ, રાજકોટ. (1)ફાફડા ગાંઠીયા (લૂઝ) (2)જલેબી (લૂઝ)ના નમૂના
ધારેશ્વર ડેરીફાર્મ: ભક્તિનગર સર્કલ, (1)સંગમ કતરી (મીઠાઈ લુઝ)
માટેલ સ્વીટ્સ નમકીન: નાના મવા ચોક, મારવાડી ની સામે, (1)કાજુકતરી (મીઠાઇ-લૂઝ) (2)એકઝોટિકા (મીઠાઇ-લૂઝ)ના નમૂના
અરિહંત સ્વીટમાર્ટ: સુભાષનગર મેઇન રોડ, કુમાર કોલ્ડ્રીક્સની સામે, (1)ધારી (મીઠાઈ લુઝ)ના નમૂના
યોગેશ્વર ડેરીફાર્મ: કોઠારીયા રોડ, નંદાહોલ પાસે, (1)જેલી બરફી (મીઠાઈ લુઝ)ના નમૂના
વૃંદાવન ડેરીફાર્મ: મીલપરા મેઇન રોડ કોર્નર, ભક્તિનગર, રાજકોટ. (1)ગુલાબ પાક (મીઠાઈ લુઝ)
ખોડીયાર વિજય ડેરીફાર્મ: રૈયા રોડ, અંડર બ્રિજ ઉપર, ચુડાસમા પ્લોટ, (1)મીઠા સાટા (લુઝ) (2)કાજુ કતરી (મીઠાઈ લુઝ)ના નમૂના
ભગવતી સ્વીટ્સ નમકીન: રૈયા રોડ, સદગુરુતિર્થધામ રોડ, (1)મીઠા સાતાં(મીઠાઈ લુઝ) (2)ફાફડા ગાંઠિયા (લૂઝ)ના નમૂના
શ્રી ક્રુષ્ણ ડેરી:ક્રુષ્ણનાગર મૈન રોડ, રાજકોટ. (1) એકઝોટિકા (મીઠાઇ-લૂઝ) (2) બોન બોન (મીઠાઇ લૂઝ)ના નમૂના
પ્રણામી ફરસાણ: રૈયા રોડ, સદગુરુ તીર્થધામ સામે, (1)ફાફડા ગાંઠિયા (લૂઝ) (2)જલેબી (લૂઝ)ના નમૂના
મુરલીધર ફરસાણ: રૈયા રોડ, હનુમાન મઢી ચોક, (1)ફાફડા ગાંઠિયા (લૂઝ) (2) જલેબી (લૂઝ)ના નમૂના
Rebel foods pvt ltd રેસ્ટોરન્ટ: ક્રિસ્ટલ મોલ પાસે, રાણી ટાવર સામે, કાલાવડ રોડ, પેઢીને નોટિસ આપેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *