મોરબી સિરામિક ફેકટરીમાંથી ઉધારમાં માલ મેળવી 7865 બોક્સ ટાઈલ્સના મંગાવી 45 દિવસની ક્રેડીટ મેળવી હતી જે ઓર્ડર કંપનીએ સમયસર પૂર્ણ કરી આપ્યો હતો પાંચ ગાડીમાં ટાઈલ્સના બોક્સનો માલ મોકલી દીધા બાદ મુંબઈના વેપારીએ મોબાઈલ ફોન બંધ કરી નાખ્યો હતો અને રૂૂ 44.74 લાખની ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના લીલાપર ગામ રામજી મંદિર પાછળ રહેતા ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા (ઉ.વ.38) વાળાએ આરોપી રજનીકાંત પોપટભાઈ ખોખર રહે મુંબઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રંગપર ગામ નજીક વેલેન્ઝા ગ્રેનીટો એલ એલ પી કારખાનામાં ભાગીદાર છે તા. 27-04-2026 ના રોજ કંપનીમાં માર્કેટિંગ કામ સંભાળતા જીતભાઈ વાસજાળિયાને કંપનીના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ રજનીકાંત ખોખર બોલતા હોવાનું જણાવ્યું હતું જેને મુંબઈ ખાતે પ્રેખેતુ વેન્ચર્સ એલ એલ પી નામની પેઢી છે તેને મુંબઈમાં મોટું ક્ધસ્ટ્રકશન કામ ચાલે છે અને ક્રેડીટમાં ટાઈલ્સનો માલ આપવા ઈચ્છુક હોય તો તમારી સાથે વેપાર કરવા માંગીએ છીએ તેવું જણાવ્યું હતું.
રજનીકાંતભાઈ ખોખર સાથે કંપનીના જીતભાઈ અવારનવાર ફોન પર કોન્ટેકટમાં રહેતા હતા અને પરિચય થયો હતો બાદમાં રજનીકાન્તભાઈ ખોખરે મોરબીથી અમારી ગાડીઓ ભરાય છે તમે ટાઈલ્સના સેમ્પલો મોકલી આપો કહ્યું હતું અને સેમ્પલ મોકલ્યા હતા જે સેમ્પલ પસંદ આવ્યા અને કંપનીને 7865 બોક્સ ટાઈલ્સની જરૂૂરિયાત હોવાનું જણાવ્યું હતું અને ભાવતાલ નક્કી કર્યા હતા માલનું પેમેન્ટ 45 દિવસ પછી ચુકવવા વિશ્વાસ આપી વાયદો કર્યો હતો પરંતુ આરોપી રજનીકાંતભાઈ ખોખરને કંપનીના જીતભાઈ ક્યારેય મળ્યા ના હતા જેથી સ્થાનિક કોઈ વ્યક્ત સાથે સંપર્ક કરાવો તેમ વાત કરી હતી જેથી મીલેનીયમ સિરામિક વાળા ઓળખે છે તેના કોન્ટેક નંબર આપું છું કહીને મોબાઈલ નંબર આપ્યા હતા અને જીતભાઈએ મોબાઈલ પર ફોન કરતા મીલેનીયમ ટાઈલ્સ નામ લખેલું આવતું હતું અને વાત કરતા રજનીકાંતભાઈ વેપારી માણસ છે અમારી પાસે અવારનવાર માલ ખરીદે છે તેવી વાત થઇ હતી.
જેથી રજનીકાંત ખોખરે ફેકટરીમાં માર્કેટિંગ સંભાળતા જીત વાસજાળિયાને મોબાઈલ ફોનમાં વિશ્વાસમાં લઈને મીલેનીયમ સિરામિક વાળા પોતાના ઓળખીતા હોવાનું જણાવી વેલેન્ઝા સિરામિકમાંથી અલગ અલગ ડીઝાઈનની કુલ 7865 બોક્સ ટાઈલ્સ કીમત રૂૂ 44,74,985 રાજ શક્તિ રોડવેજ ટ્રાન્સપોર્ટથી ભરી આપી હતી બાદમાં આરોપીએ ફોન બંધ કરી દીધો હતો આમ મુંબઈના રજનીકાંત ખોખરે વિશ્વાસ કેળવી રૂૂ 44.74 લાખની ટાઈલ્સ ઉધાર મંગાવી બાદમાં પેમેન્ટ નહિ ચૂકવી તેમજ ફોન બંધ કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
