શુભ મુહૂર્તમાં મિલકતોની નોંધણી માટે ધસારો, બે ઝોનમાં સ્લોટ વધારાયા

કમુરતા બાદ નવરાત્રીના શુભ તહેવારોમાં મિલકતોના દસ્તાવેજો નોંધાવવા ભારે ધસારો હોવાથી આગામી 8 દિવસના સ્લોટ ફુલ હોવાથી ધસારો ધ્યાને લઇ સ્લોટ વધારવામાં આવ્યા છે. આગામી…

કમુરતા બાદ નવરાત્રીના શુભ તહેવારોમાં મિલકતોના દસ્તાવેજો નોંધાવવા ભારે ધસારો હોવાથી આગામી 8 દિવસના સ્લોટ ફુલ હોવાથી ધસારો ધ્યાને લઇ સ્લોટ વધારવામાં આવ્યા છે.

આગામી દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા દસ્તાવેજ નોંધણીની કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન દસ્તાવેજ નોંધણી માટે મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાથી કચેરીમાં ભારે ધસારો જોવા મળતો હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ ઝોન-7 અને ઝોન-8ની કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટે વધારાના સ્લોટ ફાળવવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, દશેરાથી લઈને દિવાળી સુધીના સમયગાળામાં મિલકત સહિતના વિવિધ દસ્તાવેજોની નોંધણીમાં વધારો થતો હોય છે. આ સમયગાળા દરમિયાન નાગરિકોને દસ્તાવેજ નોંધણી માટે લાંબી રાહ જોવી ન પડે અને કામગીરી સરળતાથી થઈ શકે તે હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તહેવારો દરમિયાન દસ્તાવેજ નોંધણીની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. કચેરીનો સમય સવારે વહેલો શરૂૂ કરીને સાંજ સુધી લંબાવવામાં આવે તે અંગે સરકાર સમક્ષ રાજકોટ સબ રજીસ્ટાર કચેરી દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

હાલમાં ઝોન-7 અને ઝોન-8માં દસ્તાવેજ નોંધણી માટે વધારાના સ્લોટ ફાળવી કામગીરીને વધુ સુગમ બનાવવાના પ્રયાસો શરૂૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કચેરીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવે તો દસ્તાવેજ નોંધણી માટે વધુ લોકોને સમય ફાળવી શકાશે અને નોંધણીની સંખ્યામાં વધારો થઈ શકશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *